ખાસ-ખબર ન્યૂઝ મોરબી
હળવદ તાલુકાના ઈશનપુર ગામ પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક જૂશરિં કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર, મોબાઈલ અને દારૂ મળીને કુલ ₹4.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ ટીમને મળેલી બાતમી મુજબ, જૂના ઈશનપુર ગામ નજીક એક જૂશરિં કાર (ૠઉં 01 છઇ 0565)માં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા કારની અંદરથી દારૂની 24 બોટલ અને બિયરના 251 ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,44,680 થાય છે આ કેસમાં અંકિત નરેન્દ્રભાઈ રામાવત (રહે. હળવદ, વાસુદેવનગર સોસાયટી)નું નામ ખુલ્યું છે. પોલીસે દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત કાર (₹3 લાખ) અને એક મોબાઈલ ફોન (₹50 હજાર) પણ કબજે કર્યો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ કરી રહી છે.
હળવદ નજીક કારમાંથી રૂપિયા 1.44 લાખનો દારૂ ઝડપાયો
