ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર મીતડી રોડ ઉપર આવે સરકારી જગ્યામાં આજે માણાવદર વંથલી અને બાટવા પોલીસ સ્ટેશન હેઠળ પ્રોહિબીશન ગુનામાં પકડાયેલ એક કરોડથી વધુ રકમનો દારૂનો નાશ કરાયો હતો. માણાવદર, વંથલી, બાંટવાના પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ જેટલા સમયમાં પ્રોહિબિશન ગુનામાં પકડાયેલો દારૂનો જથ્થો નામદાર કોર્ટના આદેશથી વંથલી પ્રાંત અધિકારી આર.એમ.ગંભીરની અધ્યક્ષતામાં તેમજ કેશોદ વિભાગના નાયબ પોલીસ અધ્યક્ષ બી.સી.ઠક્કર, માણાવદર મામલતદાર કે.જે.મારું, વંથલી મામલતદાર ડી.જે.જાડેજા, માણાવદર પીએસઆઇ સી.વાય.બારોટ, વંથલી પીએસઆઇ વાય. બી.રાણા, બાટવા પીએસઆઇ જે. એચ.કછોટ સહિતની ઉપસ્થિતિમાં માણાવદર પોલીસ સ્ટેશનની 8016 બોટલ, 33.14 લાખ, વંથલી પોલીસ સ્ટેશનની 9451 બોટલ, 34.32 લાખ બાંટવા પોલીસ સ્ટેશનની 13,864 બોટલ 34.93 આમ ત્રણેય પોલીસ સ્ટેશનના એક કરોડથી વધુ રકમનો દારૂનો નાશ કરાયો હતો.