ખાસ-ખબર સંવાદદાતા
દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત કુલ 3 ઝડપાતાં અનેક તર્ક વિતર્ક.. ચૂંટણી સમયે ખકઅ લખેલી નંબર પ્લેટ વગરની કારમાં દારૂની હેરાફેરી થતા રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ મચ્યો હતો. દીવ નજીક આવેલ ઉનાની માંડવી ચેક પોસ્ટ પર વિધાનસભાની ચૂંટણી નજીક હોઈ તેથી પોલીસ તંત્ર દ્વારા 24 કલાક વાહનો નું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન દિવ ઘોઘલા વિસ્તારમાંથી આવતા સફેદ કલરની નંબર પ્લેટ વગરની ખકઅ લખેલી કારને અટકાવી તલાસી લેતા તેમાંથી 8 જેટલી પેટી જોવા મળતા પોલીસે કારની સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં 131 જુદી જુદી કંપનીની બોટલ તેમજ બિયરના ટીન 120 મળી કુલ 251 બોટલ મળી આવી હતી. તેમજ બીયરના ટીન લાવતા કારચાલક સહિત ત્રણની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો દિવથી ભરેલો હોવાનું જણાવા મળ્યું હતું.
- Advertisement -
ઉના પીએસઆઇ સોમાત દેવશી બામરોટીયાએ ત્રણેય શખ્સો અને કારને ઉના પોલીસ સ્ટેશને લાવી ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. પકડાયેલા 3 શખ્સો માં 1.મહેબૂબભાઈ ડુંગરપુર પાલીતાણા, 2. હાર્દિક કિશોર પરમાર અનિડા તાલાલા તેમજ 3. ચેતનભાઈ ભીમજીભાઈ ડાભી ડુંગરપુર જે હાલ ચાલુ પાલીતાણા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ છે. પોલીસે રૂ. 82,460નો વિદેશીદારૂ તેમજ 3 મોબાઇલ અને કાર સહીત રૂ. 8,90,560ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.