ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મામલે રાજકોટ મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં સરકાર દ્વારા દારૂ પીવા પર છૂટ આપવામાં આવી છે, જેને લઈને આજરોજ રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા દૂધની બોટલો સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વિરોધ કરતાં કહ્યું કે ગુજરાતમાં હજારો કુપોષિત બાળકો છે, તેમને દૂધ આપો. સરકારનો દારૂ મુક્તિનો નિર્ણય યોગ્ય નથી. વધુમાં તેમણે કહ્યું કે બુટલેગરોના ઘર ભરવાનું સરકારે કાર્ય કર્યું છે. સરકારના આ નિર્ણયથી ક્રાઈમ રેટમાં વધારો થશે તેવું શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તી સોલંકીએ જણાવ્યું હતું. આમ સરકારના આ નિર્ણય સામે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.