રૂરલ એલસીબી અને ભાડલા પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા
દારૂની 6753 અને બિયરના ટીન 1198 અને ટ્રક સહિત 51.48 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ રૂરલ એલસીબી અને ભાડલા પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરી ટ્રકમાં પાવડરની થેલીની આડમાં ભરેલ રૂ.41.23 લાખનો દારૂ-બિયર અને ટ્રક મળી સહિત 51.48 લાખનો મુદામાલ કબ્જે કરી એકની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ, રૂરલ એલસીબી પીઆઈ વી. વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ એચ.સી.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.
ત્યારે સાયબર ક્રાઈમ સેલ શાખાના એએસઆઈ જયવિરસિંહ રાણા, એલસીબી હેડ કોન્સ્ટેબલ અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશ બાવળીયા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે ભુપગઢ ગામ તરફથી એક રાજસ્થાન પાર્સિંગનું ટેઈલર નં.છઉં-52-ૠઅ-4012 મા ઈંગ્લીશ દારૂ ભરી ભંડારીયા ગામ તરફ આવવાનુ છે, તે ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ ભંડારીયા ગામ પાસે ગઢડિયા જવાના રસ્તા પર વોચ ગોઠવી હતી દરમિયાન પસાર થતું રાજસ્થાન પાર્સિંગનું ટેઈલરને જોતા જ સ્ટાફે તેને ઉભુ રખાવવાનો ઈસારા કરતા ચાલકે ટેઈલર ભગાડી મૂકતાં પીછો કરવા જતા પોલીસની ગાડીમાં પંચર થઈ ગયેલ હતું ત્યાં જોતા જ ઇંગ્લીશ દારૂ ભરેલ ટેઈલર આગળ નિકળી જતા ભાડલા પીઆઇને વાત કરતા ભંડારીયાથી ગઢડીયા (જામ) ગામ વચ્ચે પેટ્રોલીગમાં હોવાનુ જણાવેલ જેથી ટેઈલર ભાગેલની જાણ કરેલ કરતાં પીઆઈ જે.એચ.સીસોદીયા અને ટીમ એલસીબીની ટીમે જણાવેલ બાતમીના આધારે ભંડારીયા ગામ તરફ જતા ગામ પહેલા ગઢડીયા (જામ) જવાના રસ્તા પાસે પહોંચતા સામેથી એક ટ્રક આવતો જોવામાં આવેલ જેથી ટીમે ટ્રક ઉભો રખાવવા રોડ પર આડશ રાખી ટેઈલર ઉભુ રખાવેલ અને ત્યારબાદ એલસીબીની ટીમ પણ ત્યાં પહોંચી ગયેલ હતી બાદમાં ટેઇલરના ડ્રાઈવરને નિચે ઉતારી તાલપત્રી ખોલી ચેક કરતા ટેઈલરમાં સફેદ કલરના પાવડરની થેલીની આડશમાં અલગ અલગ બ્રાડની ઈગ્લીશ દારૂની પેટી જોવામા આવેલ જેથી ટ્રક ડ્રાઈવરનું નામ પુછતા પોતે જયપુરનો મહેશકુમાર પ્રભુદયાલ શર્મા ઉ.55 હોવાનું જણાવેલ હતું.
જે બાદ ટેઈલરમાં તાડપત્રી ખોલી તપાસ કરતા વેસ્ટ જેવો સફેદ કલરના પાવડર ભરેલ થેલીની આડમા અલગ અલગ બ્રાડની ઈગ્લીશ દારૂની 263 પેટી બોટલ 6753 અને બિયરના ટીન 1198 મળી આવતાં પોલીસે કુલ રૂ.41.23 લાખનો દારૂ-બિયર અને ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ.51.48 લાખનો મુદામાલ કબ્જે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી પકડાયેલ શખ્સને પંજાબના લુધિયાણથી તેના પુત્ર અમિતકુમાર શર્માએ દારૂ-બિયરનો જથ્થો ભરી દિધો હતો અને જસદણ પંથકમાં દારૂ સપ્લાય કરવાનો હતો. તેમનો પુત્ર વોટ્સએપ કોલથી જણાવે તે મુજબ આગળ દારૂ સપ્લાય કરવાનો હતો. દારૂ મંગાવનાર અને મોકલનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.