માલધારીઓના 12 જેટલા પશુઓનું મારણ, ગ્રામજનોમાં રોષ અને ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
પાલિતાણા તાલુકાના વડાળ ગામની સીમમાં સિંહોના ટોળાએ માલધારીઓના 12 જેટલા પશુઓનું મારણ કરતા ભારે નુકશાન થયું છે. આ ઘટનાથી ગામમાં રોષ અને ફફડાટ ફેલાયો છે. માહિતી મુજબ, વડાળ ગામની આસપાસના વિસ્તારમાં સિંહોના ટોળા વારંવાર દેખા દેતા હોય છે. તાજેતરમાં થયેલી આ ઘટનામાં માલધારીઓની ભેંસો પર હુમલો કરીને સિંહોએ મારણ કર્યું હતું. મસ મોંઘાદાટ થતાં નુકશાન સહન કરનાર માલધારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનો હવે વનવિભાગે તાત્કાલિક પગલાં ભરી સિંહોના ઉપદ્રવથી રાહત મળે તેવી માંગ કરી રહ્યા છે.