કોલકાતામાં ચાહકોએ ટિકીટના ઊંચા ભાવ અને લિયોનેલ મેસીની સોલ્ટ લેક સ્ટેડિયમની મુલાકાત દરમિયાન મર્યાદિત પ્રવેશ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો
આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી તેમના ત્રણ દિવસના બહુપ્રતિક્ષિત ‘GOAT India Tour 2025’ માટે ભારત પહોંચી ગયા છે. તેમના પ્રથમ સ્ટોપ કોલકાતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચાહકોએ ભારે ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. મેસી સાથે તેમના સાથી ખેલાડીઓ લુઇસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ ભારત આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન મેસી કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હી એમ ચાર મોટા શહેરોની મુલાકાત લેશે.
- Advertisement -
શાહરુખ ખાન અને લિયોનલ મેસીની મુલાકાત
રાજ્યપાલ સી.વી.આનંદ બોઝે રિપોર્ટ માગ્યો
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસીના કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર દ્વારા શું વ્યવસ્વસ્થા કરવામાં આવી હતી તેને લઈને રાજ્યપાલ સી.વી.આનંદ બોઝે વિગતવાર રિપોર્ટ મમતા સરકાર પાસે માગ્યો છે. રાજ્યપાલે આ રિપોર્ટ મેદાનમાં બબાલને પગલે માગ્યો છે.
- Advertisement -
ચાહકો કેમ રોષે ભરાયા?
મેસીના ચાહકો ઘણા સમયથી તેને જોવા માટે ઉત્સુક હતા. જ્યારે સ્ટેડિયમમાં મેસી થોડી જ વાર માટે રોકાતા ચાહકોએ પિત્તો ગુમાવ્યો હતો. તેઓ મેસીને રમતો પણ ના જોઇ શક્યા. બીજી બાજુ આ અકળામણ વચ્ચે અધિકારીઓનું વર્તન પણ તેમને માફક ન આવતા મામલો બીચક્યો હતો જેના બાદ લોકોની ભીડે તોડફોડ મચાવવા અને ગમે તે વસ્તુઓ મેદાન તરફ ફેંકવાની શરૂઆત કરી હતી.
મેસી રમતો જોવા ન મળતાં ફેન્સ ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
જોકે કોલકાતા સ્ટેડિયમમાં ત્યારે ફેન્સ ગુસ્સે ભરાયા જ્યારે તેમને લિયોનલ મેસી રમતો જોવા ન મળ્યો. ગુસ્સે ભરાયેલા ચાહકોને તોડફોડ મચાવી દીધી હતી અને સ્ટેડિયમમાં ખુરશીઓ તોડી અને હુરિયો બોલાવ્યો હતો અને ઈવેન્ટ આયોજકો પર ચાહકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનો આરોપ મૂક્યો હતો.
મેસી વહેલો જતો રહ્યો, ચાહકો ગુસ્સે ભરાયા, મેદાનમાં અરાજકતા
લિયોનલ મેસી સોલ્ટ લેક સ્ટેડિયમ આવી પહોંચ્યો, ચાહકોમાં ભારે ઉત્સાહ
કોલકાતામાં વિશિષ્ટ કાર્યક્રમો
કોલકાતામાં લિયોનેલ મેસીની મુલાકાત દરમિયાન અનેક હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. મેસી તેમના નામ પરથી બનેલી 70 ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કરશે. સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે તેઓ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલી અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને મળશે. આ ઉફરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવી શકે છે.
મેસીના GOAT ઇન્ડિયા ટૂર 2025નું સંપૂર્ણ શેડ્યૂલ
13મી ડિસેમ્બર, કોલકાતા
•સવારે 10:30 થી 11:15 વાગ્યા સુધી: લિયોનેલ મેસીની પ્રતિમાનું અનાવરણ
•11:15 થી 11:25 વાગ્યા સુધી: યુવા ભારતી ખાતે આગમન
•12:૦૦ વાગ્યે: મુખ્યમંત્રી મમતા બેનરજી અને સૌરવ ગાંગુલીનું સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે આગમન
•12:00 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી: ફ્રેન્ડલી મેચ, સન્માન અને વાર્તાલાપ
•02:00 વાગ્યે: હૈદરાબાદ માટે પ્રસ્થાન
13 ડિસેમ્બર, હૈદરાબાદ
•સાંજે 7:00 વાગ્યે: રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે લિયોનેલ મેસી સાથે 7v7 મેચ, ત્યારબાદ કોન્સર્ટ
14મી ડિસેમ્બર, મુંબઈ
•બપોરે 3:30 વાગ્યે: પેડલ કપ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયામાં ભાગ લેશે
•સાંજે 4:00 વાગ્યા સુધી: સેલિબ્રિટી ફૂટબોલ મેચ
•સાંજે 5:00 વાગ્યે: વાનખેડે સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, ત્યારબાદ ચેરિટી ફેશન શો દ્વારા
15 ડિસેમ્બર, નવી દિલ્હી
•વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત
•બપોરે 1:30 વાગ્યે: અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ, જેમાં મિનર્વા એકેડેમીના ખેલાડીઓનો સન્માન સમારોહમાં હાજરી




