મેટિંગ માટે લડાઇનો વિડીયો થયો વાયરલ
ખાસ-ખબર સંવાદદાતા
જંગલમાં સિંહ-સિંહણની લડાઇના અનેક વિડીયો જોયા હશે પરંતુ ઝૂ ની અંદર પાંજરામાં સિંહ-સિંહણની મેટિંગ માટે લડાઇનો અદભુત વિડીયો એક પ્રવાસીઓ કેમેરામાં કેદ કરીને વાયરલ કરતા સમગ્ર ઘટના સામે આવી છે. સિંહોની ત્રાડથી આખું સક્કરબાગ ઝૂ ગુંજી ઉઠયું હતું. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં આવેલા પ્રવાસી મિલન દાણીધાણીયાએ આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો છે, જેમાં પાંજરામાં રહેલા સિંહ-સિંહણ વચ્ચે મેટિંગ માટે લડાઇ થઇ છે,તે સમયે બંને સામ-સમે ત્રાડો નાખીને આખું ઝૂ ગજવી મુકે છે, આ ઘટના હાજર સૌ પ્રવાસીઓ અને બાળકોએ નરી આંખે નિહાળતા સૌ કોઇના હોશકોશ ઉડી ગયા હતા. આ અંગે ઝૂ ના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું કે, આવી ઘટના જંગલમાં સામાન્ય છે, પરંતુ ઝૂની અંદર પાંજરામાં કયારેક જ બને છે, તેમાય સિંહોમાં મેટિંગ દરમિયાન આવું વર્તન સામાન્ય છે. મેટિંગ સમયે બંને આક્રમક મૂડમાં જોવા મળે છે.