ગીરનાર જંગલમાં કુદરતી પાણીનાં સ્ત્રોત મોટાભાગનાં સુકાઇ ગયા છે. પરંતુ દાતારનાં ડુંગરની ગોદમાં આવેલા વિલિંગ્ડન ડેમમાં હજુ પાણી છે. અહીં ગીરનાર જંગલમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ પાણી પીવા માટે આવતા હોય છે. ગઇકાલે વિલિંગ્ડન ડેમનાં કિનારે સિંહ પરિવાર જોવા મળ્યો હતો.
એક સાથે સિંહ, સિંહણ, સિંહબાળ મળી કુલ 8 સિંહનું ગ્રુપ ડેમનાં કિનારે આરામ ફરમાવતું હતું. સામાન્ય રીતે દિવસનાં અહીં ભાગ્યે જ આવા દ્રષ્યો જોવા મળે છે. સિંહની સુરક્ષા માટે વન વિભાગની ટીમ રાઉન્ડ ધ કલોક ખડેપગે છે.