સદનસીબે મુસાફરોનો આબાદ બચાવ થયો જ્યારે એસ.ટી.બસ ને નુકસાન પહોંચ્યું
નેશનલ હાઈવે ઉપર સિકસ લેન બનાવવાનું કામ ચાલુ હોવાથી ડિવાઈડર પાસે સાઈન બોર્ડ ન હોવાથી અકસ્માત સર્જાયાનું અનુમાન !
- Advertisement -
લીંબડી રાજકોટ હાઈવે ઉપર બોડીયા ગામનાં પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં રાજકોટ થી નવસારી જતી એસ.ટી.બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એસ.ટી. બસ ડીવાઈડર ઉપર ચઢી જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કોઈ મોટી જાનહાની થવા પામી ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ બસને અકસ્માતનાં કારણે નુકસાન થયું છે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવેના સિક્સ લાઈના કામમાં આડેઘડ ડીવાઈડર મુકતા અને કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ નહીં હોવાથી આ ઘટના સર્જાઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ લીંબડી રાજકોટ અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર અનેક જગ્યાએ આવા ડીવાઈડર ન મુકયા હોવાનું જાણવા મળ્યું છે, આથી આવા ડીવાઈડર પાસે સાઈન બોર્ડ મુકવામાં આવે તો અકસ્માત થતાં બચાવી શકાય તેમ વાહન ચાલકો જણાવી રહ્યા છે.
દિપકસિંહ વાઘેલા