એક વઢવાણ અને બે બોટાદના શખ્સોને LCB ટીમે લીમડીથી ઝડપી લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તાભાવે ડોલર વેચવાની લાલચે છેલા ત્રણ મહિનામાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ત્રણ મહિનામાં ત્રણ જેટલા ગુના નોંધાયા છે જેમાં બે લીંબડી અને એક ચોટીલા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો પરંતુ આ ડોલર છેતરપિંડીના ગુનામાં ત્રણેય ગુનાની મોડસ ઓપરેન્ડી એક સરખી હતી. એક બાદ એક ડોલર છેતરપિંડીના ગુણ નોંધાવાની લીધે જિલ્લા પોલોક વડા દ્વારા ગુનો ડિટેક્શન કરવા જિલ્લા મુખ્ય બ્રાન્ચોને કામે લગાડી હતી સતત પ્રયત્ન બાદ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને લીંબડી ખાતે થયેલ છેતરપિંડીના ગુન્હાનું ડિટેક્શન કરવામાં સફળતા મળી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમના જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લીંબડી ખાતે આગાઉ ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સો લીંબડી ખાતે હોવાની સચોટ બાતમીને આધારે દરોડો કરી હરેશભાઈ ઉર્ફે કાળુ સુરેશભાઈ શેખલિયા, સુરેશભાઈ બબાભાઈ શેખલિયાબંન્ને રહે: સમઢિયાળા (બોટાદ) તથા રાજુભાઈ રવજીભાઈ સાથલિયા રહે: વઢવાણ વાળાને ઝડપી લઇ તેઓની પાસેથી રોકડ 2.72 લાખ રૂપિયા જપ્ત કરી પ્રાથમિક પૂછપરછમાં રાજુભાઈ રવજીભાઈ સાથલિયા દ્વારા દોઢેક મહિના પૂર્વે પણ બળવાળા ખાતે નડિયાદના યુવાન સાથે 1.60 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરેલ હતી આ સાથે ત્રણેય શખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને તેઓના વિરુધ ચોટીલા તથા લીંબડી પોલીસ મથકે ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું હાલ ત્રણેય શખ્સોને જિલ્લા એલ.સી.બી ટીમે ઝડપી પાડી ડોલર છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલી લીંબડી પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
ડોલર છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
ડોલર છેતરપિંડી કરનાર ત્રણેય શખ્સો પોતાના મિત્રો સાથે મળી સસ્તા ભાવે ડોલર વેચાણ કરવાની લાલચ આપી એક સેમ્પલનું ડોલર આપી ભોગ બનનારનો વિશ્વાસ કેળવી બાદમાં સો ડોલર વેચાણ કરવા માટે રોકડ રૂપિયા લઈ અગાઉથી નિર્ધારિત કરેલા સ્થળ પર બોલાવી ડોલરન બંડલની ઉપર અને નીચે એક – એક નોટ ડોલરની મૂકી વચ્ચે તમામ ડોલર ખોટી નોટો રાખી છેતરપિંડી આચરતા હતા.



