- ખેડૂતોએ પાણી નિકાલ અને યોગ્ય વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
લીંબડીમાં સતત વરસાદ બાદ સીમ જમીનમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતો પાણી નિકાલની માંગ કરી રહ્યા છે, આ મામલે લીંબડીના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી લીંબડી ગામ સીમ જમીન માંથી પાણી નિકાલ કરવાની માંગ ઉઠાવી છે. અને રજુઆત કરીને જણાવ્યું છે કે, પાણી નિકાલ ન થવાના કારણે લીંબડી ગામ નું પાણી સીમ જમીન નું ધોવાણ કરતા પાક નિષ્ફળ જાય છે, કપાસ, મગફળી તેમજ તલનું આ પંથકમાં મોટાભાગે વાવેતર થવા પામ્યું છે ત્યારે આ તમામ પાકોના મોંઘા ભાવના બિયારણો નાંખી વાવેતર કર્યા બાદ વરસાદી આફત થી પાણી ફરી વળ્યું છે, આશરે ૫૦૦ વીઘા જમીનમાં પાક નાશ થયાનું રજૂઆતમાં ખેડૂતોએ જણાવ્યું છે આથી ખેડૂતોને લાખો રૂપિયાની નુકશાની ભોગવવાનો વખત આવ્યો છે, આથી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે અને વહેલી તકે વરસાદી પાણીનો નિકાલ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
(દિપકસિંહ વાઘેલા – લીંબડી)