ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ મગરના બચ્ચાઓ રહેણાંક વિસ્તારમાં દેખાવા ખૂબ બનાવો સામે આવ્યા છે. ત્યારે હવે જૂનાગઢમાં પણ મગરના બચ્ચાઓ રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ઝાંઝરડા રોડ પર આવેલ જલારામ મંદિર સામેની એક સોસાયટીમાં મગરનુ બચ્ચુ આવી ચઢતા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વન વિભાગને જાણ કરીને મગરના બચ્ચાને ઝડપી લેવામાં આવ્યુ હતુ અને તેને પકડીને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યુ હતુ.
- Advertisement -
હવે જ્યારે જૂનાગઢમાં પણ વરસાદે વિરામ લીધા બાદ મગરના બચ્ચા દેખાવાના શરૂ થતા રહેણાંક વિસ્તારના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.