-અમેરિકી-ભારતીયોને વડાપ્રધાન મોદીનું સંબોધન
વોશિંગ્ટનના રોનાલ્ડ રીગન સેન્ટરમાં મિનિટો સુધી મોદી-મોદી, ભારત માતા કી જય, વંદેમાતરમના નારા ગુંજયા: અદભૂત દ્રશ્યો
- Advertisement -
આગામી સમયના ભારત-અમેરિકાના સંબંધોને એક નવી ઉંચાઈ તથા અનેક મહત્વપૂર્ણ પડાવો ભણી લઈ જનારી બની રહેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની આ ત્રણ દિવસની યાત્રાના અંતિમ દિને અમેરિકામાં વસતા ભારતીયોને એક જુસ્સાભેર સંબોધનમાં કહ્યું કે, આજે અમેરિકાના દરેક ખુણાથી આવેલા લોકોને જોઈ શકુ છું અને મીની ઈન્ડીયા ઉભરી આવ્યુ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત અને અમેરિકા ફકત નીતિઓ તથા કરારો માટે જ નહી પણ બન્ને દેશના લોકોના જીવનને સ્વપ્નાના અનેક ભાગોને નિર્માણ કરવા સાથે આવ્યા છે.
#WATCH | "In a way, you have charted out the full map of India in this hall. I can see people from all corners of India here. It seems that a mini India has turned up," PM Narendra Modi addresses members of the Indian diaspora in Washington, DC pic.twitter.com/iUmBcTHy3n
— ANI (@ANI) June 23, 2023
- Advertisement -
વડાપ્રધાન મોદી અહી રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધન કરવા પહોંચ્યા તો વિશાળ સેન્ટર મોદી-મોદી, વંદેમાતરમ, ભારત માતા કી જય ના નારાથી મિનિટો સુધી ગાજતું રહ્યું હતું અને મોદી પણ સ્ટેજ પરથી ભાવવિભોર થઈને સૌનુ અભિવાદન ઝીલી રહ્યા હતા તે એક અદભૂત દ્રશ્ય સર્જાયુ હતું.
#WATCH | "In these 3 days, a new and glorious journey of India and the US relations has begun. This new journey is of our convergence on global strategic issues, of our cooperation for Make in India Make for the World. Be it technology transfer and manufacturing cooperation or… pic.twitter.com/FxD3WzktLQ
— ANI (@ANI) June 24, 2023
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહી વસેલા ભારતીયોએ આપણા દેશની એક સુંદર તસ્વીર બનાવી છે તે માટે હું તમોને ખૂબજ અભિનંદન આપું છું. વડાપ્રધાન મોદીએ તેમના ત્રણ દિવસના પ્રવાસમાં અનેક વ્યસ્ત કાર્યક્રમોના અંતે ભારતીયોને મળવાનું એક ‘સ્વીટ-ડીશ’ જેવું ગણાવ્યું અને કહ્યું કે જેમ ભોજન બાદ સ્વીટ ડીશ મળે છે અને આજે મારા પ્રવાસના અંતે તેઓને મળવું એક સ્વીટ ડીશ જેવું બની રહ્યું છે.
#WATCH | "The manner in which India has seen a digital revolution in the past few years is unprecedented. Maybe you will see a barcode board there at a shop in your village. Maybe you try to pay in cash and the shopkeeper asks if you have a digital payment app on your phone.… pic.twitter.com/XgEBoGNN54
— ANI (@ANI) June 24, 2023
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મે પ્રમુખ બાઈડન સાથે જે વાતચીત કરી તેના પરથી કહી શકુ છું કે બાઈડન એક અનુભવી અને પીઢ નેતા છે. વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં અમેરિકામાં વસતા ડોકટર્સ એન્જીનીયર છે અને અનેક ક્ષેત્રના લોકો હાજર હતા.
"Attended a vibrant program celebrating our Indian diaspora. A heartfelt tribute to the strength, diversity and contribution of our overseas community. Their passion is our pride," tweets Prime Minister Narendra Modi sharing glimpses of the Indian diaspora event in Washington. pic.twitter.com/OCVfWgqLX1
— ANI (@ANI) June 24, 2023