રિયાલિટી ચેક ખાસ ખબરની ટીમ 5 જૂને રાત્રે સ્થળ પર પહોંચતા તમામ લાઇટો બંધ હાલતમાં જોવા મળી
નર્સિગ સ્ટાફ સહિતના લોકોને રાત્રીના સમયે અવરજવર કરતા સમયે મુશ્કેલી : કોઈપણ પ્રકારની ઘટના ઘટે તો જવાબદાર કોણ???
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી સારવાર માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલ નજીક રાત્રીના સમયે છેલ્લા કેટલાક સમયથી લાઈટો બંધ હાલતમાં પડેલી જોવા મળી હતી ખાસ ખબર દ્વારા ગતરાત્રે રિયાલિટી ચેક કરતા બંધ હાલતમાં પડેલી લાઈટો કેમેરામાં કેદ થઈ છે અવાવરૂ જગ્યાએ લાઈટો બંધ હાલતમાં પડેલી હોવાથી રાત્રીના સમયે અવરજવર માટે નર્સિગ સ્ટાફ સહિતના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર હજુ કોઈ જાનહાનિ થવાની રાહ જોઈ રહી છે તેવું લાગી રહ્યું છે!



