મોરબી જીલ્લામાં મેઘરાજા આખો દિવસના ઉકળાટ બાદ દે ધના ધન વરસ્યા હતા જેમાં કેટલીક જગ્યાએ વીજળી પડવાના પણ સમાચાર મળ્યા છે જેના લીધે એક તરુણ અને એક પશુનું મોત થયું હતું જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો તો એક મકાનમાં પણ નુકસાન થયું હોવાની માહિતી મળી હતી જયારે મોરબી જીલ્લાના બે ડેમોમાં પાણીની આવક વધવાથી નીંચાણવાળા ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા. માળીયાના હરિપર નજીક દેવ સોલ્ટ પાસે આવેલ હબીબ નથુ મોવર સોલ્ટ વર્કસમાં વીજળી પડતા 13 વર્ષીય રોહિત સુખભાઈ પાટડીયાનું મોત નીપજ્યું હતું જ્યારે 21 વર્ષીય રમેશ મહાદેવભાઈને ઈજાઓ પહોંચી હતી જે બનાવ બાદ રોહિતના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે ઈજાગ્રસ્ત રમેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતાં મામલતદાર અને પોલીસ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ ઉપરાંત વાંકાનેર તાલુકના કોટડાનાયાણી ગામના મકાનમાં વીજળી પડતા ઘરને નુકશાની પહોંચી હતી જયારે હળવદ તાલુકના કોયબા ગામે વીજળી પડવાથી એક ભેસનું મોત થયું હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે.
મોરબીમાં વીજળી કાળ બની : એક તરુણ અને પશુનું મોત, એક ઈજાગ્રસ્ત

Follow US
Find US on Social Medias