જટાશંકર- જુની સીડી અને ઇટવા ઘોડી વિસ્તારમાં લાઈટની સુવિધા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં પરિક્રમાર્થીઓ માટે આ વર્ષે લાઈટની સુવિધામાં વધારો કરાયો છે. ખાસ કરીને પરિક્રમાના કઠિન ચઢાણ ગણાતી નળપાણીની ઘોડી ખાતે પ્રથમવાર લાઈટની વ્યવસ્થા કરાઈ છે.
- Advertisement -
ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર અજવાળું કરવા માટે વ્યવસ્થા માટે તંત્રએ ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે. નળ પાણીની ઘોડી ઉપરાંત જટાશંકર- ગિરનાર જુની સીડી અને ઇટવા ઘોડી ચડતા ઉતરતા વિસ્તારમાં પ્રથમ વાર ડીઝલ જનરેટર દ્વારા લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, જંગલ વિસ્તારમાં પણ યાત્રિકોને લાઈટ ઉપલબ્ધ થાય તે માટે આયોજનપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે.પરિક્રમા રૂટ પર રાત્રિના સમયે અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલના કર્મચારીઓ રાઉન્ડ ધી ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં પણ સતત વીજ પુરવઠો જાળવી રાખવા માટે એન્જિનિયર સાથે ટેકનિકલ કર્મચારીઓની ટીમ પણ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહી છે.