મેઘગર્જના શરૂ વાવણીના શ્રી ગણેશ
દક્ષિણથી લઈ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
ગુજરાતમાં દર વર્ષે 15 જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ, આ વર્ષે 4 દિવસ અગાઉ એટલે કે 11 જૂનથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ અનેક જગ્યાએ સારો એવો વરસાદ ખાબક્યો હતો. અમરેલીમાં તો ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ કરી લીધા છે. આજે રાજ્યના 16થી વધુ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણથી લઈ મધ્યગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમજ અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે.
આ વર્ષે ચોમાસાની સિઝનના 90-95 દિવસોમાંથી સરેરાશ 38 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડી શકે. જેમાંથી 9 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સિઝન દરમિયાન ગુજરાતમાં કચ્છ, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા 5 ઝોનમાં વર્ષ 1992-2021 સુધીમાં એવરેજ કચ્છમાં 456 મી.મી., પૂર્વ ગુજરાતમાં 806 મિ.મી., ઉત્તર ગુજરાતમાં 720 મિ.મી., સૌરાષ્ટ્રમાં 717 મિ.મી. અને દક્ષિણ ગુજરાતમાં 1476 મિ.મી. વરસાદ પડતો હોય છે ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે બુધવારે સવારે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં વરસાદ વરસ્યો હતો. દમણ પંથકમાં વરસાદ પડતાં કાળઝાળ ગરમીમાં સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી. નાના બાળકો અને યુવાનોએ પહેલા વરસાદમાં પલળવાની મઝા માણી હતી. દમણ વિસ્તારમાં વરસાદ પડતાં વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી. વાહન ચલાવતા વાહન ચાલકોએ પણ વરસાદની મજા માણી હતી. દમણ પંથકમાં દુરદુરથી આવેલા સહેલાણીઓ પણ વરસાદની મજા માણી હતી.
- Advertisement -
વલસાડમાં 7 દિવસથી વરસાદી માહોલ
વલસાડ જિલ્લામાં છેલ્લા 7 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વલસાડ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેને લઈને શાકભાજી માર્કેટમાં વેપાર કરતા વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આજે સવારે 6થી 10 દરમિયાન વલસાડ તાલુકામાં 16 ખખ વરસાદ નોંધાયો હતો. વલસાડની શાકભાજી માર્કેટ અને અઙખઈમાં કેરીના વેપારીઓ કેરી બચાવવા માટે પ્લાસ્ટિક અને તાંડપત્રી વડે કેરી અને શાકભાજી બચાવવાની નોબત આવી હતી. અચાનક વરસાદ પડતા શાકભાજીના વેપારીઓ અને કેરી માર્કેટના વેપારીઓને ભારે હાલાકી પડી હતી.
આગામી 5 દી’ આ શહેરોમાં વરસાદ પડશે
આવતીકાલે 14 જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. આ ઉપરાંત 15 જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ રહેશે. તેમજ 16 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ રહેશે. જ્યારે 17 જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ રહેશે. તેમજ 18 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથ વરસાદ રહેશે.