વાવેતર કરેલા પાક પર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાય
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી તેમજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ અપાયું છે જેમને લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વિરપુર પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું ધીમીધારે આગમન થયું હતુ, ત્યારબાદ સાંજના સુમારે મેઘરાજા સારી રીતે વરસ્યા હતા જેમને લઈને વીરપુરના સિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમને લઈને ખેડૂતોના ખેતરોમાં નદીઓની જેમ પાણી પાણી થયા હતા,યાત્રાધામ વીરપુર સહિત ગ્રામ્ય પંથકના થોરાળા, કાગવડ, જેપુર, હરિપુર, મેવાસા સહિત વિસ્તારોમાં મેઘરાજા વરસતા ખેડૂતોએ વાવેતર કરેલા પાક પર જાણે કાચું સોનુ વરસ્યું હોય તેમ ખેડૂતોમાં ખુશીની લાગણીઓ ફેલાઈ હતી.