ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છની જાણીતી અને હાડકાંને લગતી તમામ સારવારની સુવિધા ધરાવતી જી.ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અર્થે ‘લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ’ આશરે રૂા. 25 લાખના ખર્ચથી વસાવવામાં આવેલ છે. તા. 23 ઓક્ટોબર 2025 ગુરુવારના રોજ હોસ્પિટલના ટ્રસ્ટી નેહાબેન દફતરીના હસ્તે ‘લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ’ની પૂજા-વિધિ બાદ તેને દર્દીઓની સેવાર્થે ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવી હતી. આ તકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ વી. પી. કાછેલા તેમજ અતુલભાઈ મોદીએ વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે માનદ સર્જનો ડો. ડી. કે. શાહ, ડો. દિપકભાઈ શેઠ, ડો. એમ. પી. રાજા, ડો. નિશાંત ચોટાઈ, ડો. વિશાલ માંગરોલીયા તેમજ હોસ્પિટલના અન્ય તબીબો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જી.ટી. શેઠ ઓર્થોપેડિક હૉસ્પિટલ ખાતે ‘લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ’ શરૂ કરાઈ



