ફરિયાદી શિક્ષક હોય શાળાએ ગયા બાદ કચરા પોતા કરવા આવેલ શખસએ આચર્યું હતું કુકર્મ
ભોગ બનનાર બાળકને બે લાખનું વળતર ચૂકવવા પોકસો કોર્ટનો હુકમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
આ કેસની વિગત એવી છે કે ગત તારીખ 22- 6 -2019 ના રોજ ન્યુ રીંગ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં કચરા પોતાનું કામ કરનારે ફ્લેટમાં મંદ બુદ્ધિના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કણકોટના પાટિયા પાસે રહેતા આરોપી વિજય શૈલેષભાઈ મકવાણાની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટ થયા બાદ પોક્સો અદાલતમાં કેસ શરૂ થતાં પ્રોસીકયુશન તરફે ફરિયાદીની જુબાની લેવામાં આવેલ અને તેઓની જુબાનીમાં ફરિયાદીએ સોગંદ ઉપર અદાલતમાં એવું જણાવેલ કે તેઓ ટીચર હોય અને તેઓ સ્કૂલે ગયા હોય ત્યારે તેમનો મંદબુદ્ધિનો બાર વર્ષનો સગીર વયનો દીકરો ઘરે એકલો હતો ત્યારે કચરા પોતા કરવાવાળો આવેલો અને તેને તેના મંદબુદ્ધિના સગીર દીકરા ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
પોતે ઘરે આવેલા ત્યારે તેમના દીકરાએ તેમની ભાષામાં આ બધી હકીકત તેમની માતાને જણાવેલી તે મુજબની જુબાની સગીરની માતા કે જેવો ફરિયાદી હતા તેઓએ અદાલતમાં કહેલી ત્યાર બાદ આ કેસમાં પ્રોસીકયુશન તરફે મંદ બુદ્ધિના સગીર બાળકની તેમની ભાષા સમજી શકે તેવા સ્કૂલના આચાર્યની હાજરીમાં જુબાની લેવામાં આવેલી અને મંદબુદ્ધિના બાળકે તેમની ભાષામાં આ બનાવની હકીકત જણાવેલી અને આરોપીને કોર્ટમાં ઓળખી બતાવેલો ત્યારબાદ આ કેસમાં ડોક્ટરની જુબાની લેવામાં આવેલ અને તેઓએ પણ જણાવેલ કે સગીર બાળકને તપાસમાં લઈ આવવામાં આવેલ ત્યારે એમને પાછળના ભાગે લાલ નિશાન હતા અને તેઓએ જરૂરી સેમ્પલો તોગ એફએસએલમાં મોકલાવેલા તપાસનીશની જુબાની આપેલી તેમજ પ્રોસીકયુશન તરફે આ કેસમાં ફરિયાદ તેમજ બાળકના જન્મનો આધાર તેમજ મેડિકલ સર્ટી અને એફએસએલના અહેવાલો વગેરે દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખવામાં આવેલ.
- Advertisement -
સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા દ્વારા દલીલ કરવામાં આવેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આરોપી સામે પ્રોસીકયુષને તેમનો કેસ સાબિત કરેલ છે તેમજ એફએસએલના રિપોર્ટમાં પણ સગીર વયના બાળકની ચડ્ડીમાં આરોપીનું સિમેન જણાઈ આવેલ છે આવા મંદબુદ્ધિના સગીર વયના બાળક પર આવું સળષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને વધુમાં વધુ સજા કરવી જોઈએ અને સમાજમાં દાખલા રૂપ સજા હોવી જોઈએ જેથી પોકસો અદાલતે આરોપી વિજય શૈલેષભાઈ મકવાણાને સખત આજીવન કેદની સજા અને ભોગ બનનાર સગીર બાળકને રૂપિયા બે લાખનું વળતર ચૂકવવા હુકમ કરેલ છે.