ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ 9મી નવેમ્બર 1947ના દિવસે આઝાદ થયું હતું તે દિવસને વહીવટી તંત્ર અને શહેરીજનો ભવ્ય રીતે ઉજવે છે ત્યારે જૂનાગઢને આઝાદી આપવામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દીવાલો ને રંગરોગાન સાથે ચિત્રના કસબીઓ દ્વારા જોશીપુરા રેલવે ફાટક પાસે આવેલ દીવાલો પર દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિષે અલગ અલગ વોલ પેન્ટિંગ બનાવી દીવાલો પર શુશોભન કરાયું છે. તેની સાથે જૂનાગઢને મળેલી આઝાદી પર્વને યાદ કરીને મુક્તિદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
મુક્તિ દિનની ઉજવણી: જૂનાગઢની દીવાલો પર સરદાર પટેલના જીવન ચરિત્રનું વોલ પેઇન્ટિંગ



