ક્ધટેનર સુવિધાનો પાંચ વર્ષનો OM કોન્ટ્રાક્ટ : ટ્રાસશિપમેન્ટ હબ સાથે સિનર્જી ચલાવવામાં મદદરૂપ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર-કમ-ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડને (APSEZ ) ક્ધટેનર સુવિધાના સંચાલન અને જાળવણી (OM) માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) પ્રાપ્ત થયો છે. APSEZ એ સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદરનો નેતાજી સુભાષ ડોકનો પાંચ વર્ષનો ઘખ કોન્ટ્રાક્ટ જીત્યો છે. સફળ બિડરને સ્વીકૃતિ પત્રની (LOI) તારીખથી સાત મહિનાની અંદર કાર્ગો હેન્ડલિંગના સાધનો જમાવવાના રહેશે. નેતાજી સુભાષ ડોક એ ભારતના પૂર્વ કિનારે આવેલ સૌથી મોટું ક્ધટેનર ટર્મિનલ છે. તેણે FY2023-24માં લગભગ 0.63 મિલિયન ઝઊઞતનું સંચાલન કર્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, આસામ, ઉત્તરપૂર્વીય પહાડી રાજ્યો અને નેપાળ અને ભૂટાનના લેન્ડલોક પડોશી દેશોનો સમાવેશ થાય છે.
- Advertisement -
કોલકાતા બંદર ઇનલેન્ડ વોટર ટ્રાન્ઝિટ અને ટ્રેડ રૂટ પર ભારત-બાંગ્લાદેશ પ્રોટોકોલ માટે નામાંકિત બંદર છે. નેતાજી સુભાષ ડોક પર સિંગાપોરના હબ બંદરો, પોર્ટ કેલાંગ અને કોલંબોથી નિયમિત લાઇનર સેવાઓ આવે છે. આ ડોક પર APSEZના ઓપરેશનથી ટર્મિનલ અને તેના ક્ધટેનર બંદરો વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો થાય તેવી શક્યતા છે, ખાસ કરીને વિઝિંજમ અને કોલંબો ખાતેના ટ્રાન્સશિપમેન્ટ હબ સાથે કે જે એકાદ વર્ષમાં ચાલુ થવાનું લક્ષ્યાંકિત અનુમાન છે. APSEZના પૂર્ણકાલીન ડાયરેક્ટર અને ઈઊઘ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે, નેતાજી સુભાષ ડોકનો ક્ધટેનર હેન્ડલિંગ ફેસિલિટી માટે ઘખ કોન્ટ્રાક્ટનો એવોર્ડ દેશભરમાં APSEZ બંદરો અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ભારતમાં અને બહાર વિવિધ ક્ધટેનર ટર્મિનલ્સના કાર્યક્ષમ સંચાલનના બે દાયકાથી વધુના અમારા અનુભવથી ગ્રાહકો અને રાજ્યના લોકોને ફાયદો થશે.