દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દરેક નાના-મોટા વર્ગના ઘરોમાં પણ દિવા પ્રગટતા હોય છે. ખાસ કરી નાના વર્ગના એટલે કે પાથરણાવાળા પણ દિવાળીના પર્વને સારી રીતે ઉજવી શકે અને તેઓના ઘરમાં પણ દિવા પ્રગટે એ માટે રસ્તાઓ પર બેસીને શુભ મનાતા સ્વસ્તિક, લક્ષ્મીજીના પગલાં અને દિવડાઓ જેવી નાની-નાની વેરાયટીઓ લઈને વેપાર કરવા બેસતા હોય છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે એક બાળક રસ્તા પર બેસીને તોરણ, સ્વસ્તિક, રંગોળીની ડીઝાઈન, લક્ષ્મીજીના પગલાં સહિતની નાની-નાની વસ્તુઓના વેપાર કરી રહ્યું છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે આ ગરીબ પરિવારના લોકોને પણ વ્યાપાર કરાવીએ જેથી કરીને તેઓના ઘરમાં પણ દિવાળીની ઉજાસ પ્રગટે. આમ આ તસવીર ઘણું બધું કહી જાય છે.
પાથરણાવાળાને પણ વ્યાપાર કરાવી તેમના પરિવારમાં પણ ઉજાસ થાય તેવો પ્રયાસ કરીએ
Follow US
Find US on Social Medias