શહેરની મીટર ગેજ લાઈન પર ગરનાળા નહીં બનાવવા મક્કમ નિર્ધાર
જૂનાગઢ ગરનાળા બનવાથી શહેર બે ભાગમાં વહેંચાઈ જશે: શાપુરથી પ્લાસવા સુધી રેલવે લાઈનને જોડો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરની મુખ્ય સમસ્યા હોઈ તો તે જૂનાગઢ દેલવાડા રૂટની મીટર ગેજ રેલવે લાઈન ત્યારે શહેરમાંથી પસાર થતી રેલવે લાઈન પર સાત ફટાકો આવેલ છે અને જયારે જયારે ટ્રેન પસાર થાય છે ત્યારે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને જૂનાગઢ શહેર બે ભાગમાં વહેચાઈ જાય છે ત્યારે હાલ શહેરના મધ્ય ભાગમાંથી પસાર થતી મીટર ગેજને બ્રોડગેજ માં રૂપાંતર કરીને અલગ અલગ ડિઝાઈનો સામે આવી રહી છે જેમાં શહેરમાં ગરનાળા બનાવા વાત સામે આવતા શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં રોષ જોવા મળી રહયો છે.
જૂનાગઢ શહેરમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લઈને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની સાથે શહેરના જે રેલવે ફાટકો આવેલા છે તે ફાટક મુક્ત કરવા ગરનાળા બનાવીને ફાટક મુક્ત કરવાની ડિઝાઇન સામે આવતા શહેરના જાણીતા એડવોકેટ કિરીટભાઈ સંઘવી, અમૃત દેસાઈ અને રાજુભાઈ જોબનપુત્રા એ એક સમિતિ નું નિર્માણ કર્યું અને શહેર બે ભાગમાં વહેચાઈ તે પેહલા લોકોમાં જાગૃત કરવા અપીલ કરતા આજે 500 જેટલા લોકો જોડાઈ ગયા છે અને શહેરમાં કોઈ ભોગે ગરનાળા નહિ બનવા દેવાઈ તેવો મક્કમ નીર્ધાર કર્યો છે.
આ મુદ્દે વધુ જણાવતા કિરીટ ભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે શહેરમાંથી જે રેલવે લાઈન પસાર થાય છે ત્યારે શહેરને ફાટક મુક્ત કરવું હોઈ તો રેલવે લાઈનને શાપુરથી પ્લાસવા સુધી જોડી આપવામાં આવેતો શહેર ફાટક મુક્તની સાથે ટ્રાફિક સમસ્યા મુક્ત પણ થશે તેવી માંગ સાથે રેલવે વિભાગ અને તંત્ર સહીત ઊંચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે પણ ગરનાળા તો નહીંજ બનવા દેવામાં આવે તેના માટે જે લડત કરવી પડશે તે કરવા સમિતિ સમંત છે અને જરૂર પડે કોર્ટના દ્વાર પણ ખખડાવામાં આવશે.
- Advertisement -
જૂનાગઢને ફાટક મુક્ત કરવા રેલવે મંત્રી સમય માંગ્યો
જૂનાગઢ શહેરને ફાટક મુક્ત કરવા માટે જે સમિતિની રચના કરવામાં આવી છે તેના માટે હાલ સમિતિએ સાંસદ સાથે વાતચીત કરીને કેન્દ્રીય રેલવે મંત્રી પાસે મળવાનો સમય માંગ્યો છે જો મુલાકાત થશે તો જૂનાગઢમાં જે હાલ દેલવાડા લાઈન શહેરના જે ભાગોમાંથી પસાર થઇ રહી છે અને જો તેમાં ગરનાળા બનાવામાં આવશે તો શહેરની હાલત ખરાબ થશે અને વરસાદી પાણી ભરાવાને લીધે શહેર બે ભાગમાં વહેચાઈ જશે હાલ પણ શહેરમાં ઝાંઝરડા પાસે અંડર બ્રિજ આવેલ છે તેમજ જોશીપુરા વિસ્તારમાં જવા માટે પણ એક અંડરબ્રિજ બનાવેલ છે જયારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકો મુશ્કેલી નો સામનો કરવો પડે છે જો રેલવે મંત્રી સમય અપાશે તો જૂનાગઢ શહેરની સમસ્યાનું પ્રેઝન્ટ ટેશન કરીને સમગ્ર વાતની રજુઆત કરવામાં આવશે.