ચોકોબાર આઈસ્ક્રીમને તળવામાં આવે તો શું થાય? શું તેના ભજીયા બને ખરા? આ સવાલ તમને એટલા માટે અમે કરી રહ્યા છીએ કે, એક વ્યક્તિએ ચોકોબારના ભજીયા બનાવ્યા છે, જે એકદમ ક્રંચી પણ દેખાઈ રહ્યા છે.
આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ભજીયા બનાવી રહ્યો છે. પરંતુ આ ભજીયા બટાકા કે મેથીના નથી પણ આઇસક્રીમના છે. આ આઇસક્રીમના ભજીયા તે બીજા સમાન્ય ભજીયાની માફક જ બનાવી રહ્યો છે. જેમાં તે ચોકોબાર આઇસક્રીમને બેસનમાં ડુબાડી પછી ગરમ તેલમાં તળી રહ્યો છે. અહીંયા એક અજીબ વાત એ રહી કે, તળાઈ ગયા બાદ આ ચોકોબાર ઓગળી જવાની જગ્યાએ તે એકદમ ભજીયાની માફક ક્રંચી દેખાઈ રહી હતી.
આ વીડિયો ટ્વીટર X પર @desimojito નામની ID પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી 5.9 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો પર પોસ્ટકર્તાએ મજાકમાં કેપ્શન લખ્યું છે કે, “હવે આ ધરતી રેહવાને લાયક નથી રહી”. જેની પર લોકોની મજાકમાં વિવિધ પ્રતિક્રિયા પણ આવી રહી છે. એક વ્યક્તિએ લખ્યું કે “મને પણ તમારી સાથે લઈ જજો”. બીજા એકે લખ્યું કે, “અહીંયા ન્યુક્લિયર અટેક કરવાની જરૂર છે.” અમુક યુઝર્સ આ ફ્રાયને ડિઝગસ્ટિંગ ગણાવી રહ્યા છે.