ત્રીજા નોરતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, શહેર ભાજપની ટીમ, ખોડલધામના અગ્રણીઓએ રાસોત્સવનો આનંદ માણ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ક્લબ યુવી નવરાત્રી રાસોત્સવના ગ્રાઉન્ડમાં મા ઉમિયાના ભવ્ય મંદિરમાં દરરોજ 8-30 કલાકે માતાજીની આરતી પૂજન બાદ રાસોત્સવની શરૂઆત કરવામાં આવે છે. પાટીદાર મહાનુભાવો, વિવિધ સામાજીક અને રાજકીય હોદ્દેદારો, ક્લબ યુવીની ટીમ અને ખેલૈયાઓ સહિત સૌ માતાજીના ચરણે શિશ ઝુકાવી આર્શીવાદ લઇ પરીતૃપ્ત થાય છે. ક્લબ યુવીના સંપૂર્ણ પારીવારીક માહોલમાં આયોજીત રાસોત્સવને નિહાળવા ખેલૈયાઓની સાથે સાથે દર્શકોની ભારે ભીડ જામે છે. ક્લબ યુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઇ જાવીયાના માર્ગદર્શન હેઠળ 10 કલાકારોનો કાફલો ખેલૈયાઓને મન મૂકી ઝુમાવે તેવું લયબદ્ધ સૂર-તાલનું અદભુત વાતાવરણ સર્જે છે.
ક્લબી યુવી નવરાત્રી મહોત્સવના ત્રીજા નોરતે અતિથિ વિશેષ તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, શહેર ભાજપ મહામંત્રીઓ ડો. માધવભાઇ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વીનભાઇ મોલીયા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જેમીનભાઇ ઠાકર, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા, રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, ઉપપ્રમુખ પુજાબેન પટેલ, ખોડલધામના ઉપપ્રમુખ તુષારભાઇ લુણાગરીયા, અતુલભાઇ રૂપારેલીયા, રાજુભાઇ પરસાણા, મૌલીક પરસાણા, આશીષભાઇ બોઘરા, કિશોરભાઇ પાંભર, ઉદ્યોગપતિઓ વસંતભાઇ ભાલોડીયા, ધરમશીભાઇ સીતાપરા, કે.બી.વાછાણી, રમેશભાઇ રાણીપા, હરીભાઇ કણસાગરા, સાયબર ક્રાઇમના એ.સી.પી.વી.એમ. રબારીએ ઉપસ્થિત રહી રાસોત્સવનો આનંદ માણ્યો હતો.
કલબ યુવી નવરાત્રી મહોત્વના ત્રીજા નોરતે પૂર્વ સાંસદ હરીભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજકોટ એસ.પી. જયપાલસિંહ રાઠોડ, કાંતીભાઇ માકડીયા, પ્રદેશ ભાજપ અગ્રણી દિનેશભાઇ અમૃતિયા, ક્લબ યુવીના ડાયરેક્ટર સ્મિતભાઇ કનેરીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, યોગેશભાઇ કાલરીયા, અતુલભાઇ ભુત, અલ્પેશભાઇ પટેલ, બીપીનભાઇ ખાચર, હર્ષિલભાઇ ખાચર, વલ્લભભાઇ કટારીયા, વિમલ કટારીયા, અશ્વીનભાઇ બોડા, ઉમિયા પરિવારના તંત્રી ડો. જયેશ વાછાણી, ઉમિયા પદયાત્રિક પરિવારના વીનુભાઇ મણવર, ઘનશ્યામભાઇ હેરમા, શૈલેષભાઇ ડાંગર, યોગીન ચનીયારા, સંદિપભાઇ સાંકડેચા, દેવભાઇ ગજ્જર, હિરેનભાઇ ગજ્જર, ધર્મેન્દ્ર ભગત, નીરૂભા વાઘેલા, વોર્ડ નં. 11ના કોર્પોરેટરો તથા સંગઠન ટીમના ભારતીબેન પાડલીયા, રણજીતભાઇ સાગઠીયા, વિનુભાઇ સોરઠીયા, મહેશ પીપળીયા, વિનુભાઇ ઇસોટીયા, વિજયભાઇ કોરાટ સહિતના આગેવાનોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.
કલબ યુવી રાસોત્સવમાં ત્રીજા નોરતે વિવિધ કેટેગરી વાઇઝ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ ભુત ઝીલમીલ, માકડીયા આરાધ્યા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ કણસાગરા દ્વિજ, અઘેરા રક્ષ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે મણવર કેલ્વી, ભેંસદડીયા અત્રી, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે કાલરીયા કિર્તન, કાલરીયા રુદ્ર, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે સુરેજા હેલી, ગોધાણી મીરા, કનેરીયા પ્રિન્સી, વેલ ડ્રેસ પ્રિન્સ રાકજા કેયુર, જીવાણી અમન, થોરીયા દર્શનકુમાર, પ્રિન્સેસ તરીકે કાલરીયા હેત્વી, કાનાણી શ્રદ્ધા, કાલરીયા અંકીતા, પ્રિન્સ તરીકે રામાણી ધવલ, કણસાગરા સુદીપ, કણસાગરા હર્ષ વિજેતા બન્યા હતા. વિજેતા ખેલૈયાઓને કલબ યુવીના કો-ઓર્ડીનેટર ડાયરેક્ટર કાંતીભાઇ ઘેટીયા, બોર્ડ ઓફ ડાયરેક્ટર બીપીનભાઇ બેરા, પ્રફુલભાઇ કાથરોટીયા, સુરેશભાઇ ઓગણજા સહિતના મહેમાનોએ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત
કર્યા હતા.