ત્રણ વ્યક્તિઓ પરના હુમલામાં એક બાળક અને એક વૃધ્ધ મહિલાનું મોત: ભારે જહમત બાદ અંતે એક દીપડી પાંજરે પુરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
આ સમગ્ર વિગતની ધારાસભ્ય ભગવાન બારડ ને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારને આશ્વાસન આપ્યું હતું તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારી સાથે વાત કરી આવા બનાવો ફરી ન બને તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
- Advertisement -
સૂત્રાપાડાના મટાણામા રાત્રીના દીપડો બાળક ઉઠાવી ગયો કલાકો સુધી શોધખોળ બાદ ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો. અને વહેલી સવારે ફરી એજ દીપડાએ વૃદ્ધા પર હૂમલો કરતા વૃદ્ધાને સારવાર હેઠળ કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.હતું આદમખોર દીપડાને પુરવા 8 પાંજરા ગોઠવ્યા બાદ મોડી રાત્રે મોરડીયા ગામની સીમમાં રહેતા એક વૃધ્ધ મહિલા ઉપર હુમલો કરતા વૃધ્ધ મહિલાનું મોત થયું તે સમય દરમિયાન અન્ય જગ્યાએથી દીપડીને પકડી હોવાનું જાણવા મળ્યું છે. આ વિસ્તારમાં સ્થાનિકોનું કહેવું છે કે ત્રણ ચાર દીપડાઓ છે તો વન વિભાગે જે દીપડીને પકડી છે તે આદમખોર છે કે અન્ય એ ચર્ચા લોકો મુખે ચર્ચાઈ રહી છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામમા રાત્રીના દીપડો બાળક ઉઠાવી ગયાં બાદ બાળકની કલાકો સુધી શોધખોળ કર્યા બાદ શેરડીના ખેતર માંથી મૃતદેહ મળતા પરીવારજનોમાં શોક પ્રસરી ગયેલ હતો. બાળકનો મૃતદેહને પી એમ અર્થે કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. અને સવારે ફરી એજ દીપડાએ વૃદ્ધા પર હૂમલો કરી નાશી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે કોડીનાર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ ત્યારબાદ મોડી રાત્રે મોરડીયા ગામની સીમમાં રહેતા એક વૃધ્ધ મહિલા ઘરની બહાર નીકળી તે સમયે તેના ઉપર દીપડાએ હુમલો કરતા વૃધ્ધ મહિલાનું મોત થયું હતું. આ અંગેની જાણ વન વિભાગને થતા આ વિસ્તારમાં આદમખોર દીપડાને પુરવા પાંજરા ગોઠવી દેવામાં આવ્યાં હતા. તે દરમિયાન અન્ય જગ્યાએથી એક દીપડીને પકડી લીધી છે.



