ગીર જંગલમાં દુર્લભ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.28
- Advertisement -
ગીરના જંગલમાં કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ કમલેશ્વર ડેમ ઉપર અદભુત નજારો જોવા મળ્યો હતો.ડેમના કિનારે બેસેલી મગર ઉપર તરાપ મારી દિપડાએ મગરનો શિકાર કર્યો હતો.સામાન્ય રીતે દિપડો પશુઓ તથા પ્રાણીઓનો શિકાર કરે છે પરંતુ મગર જેવા શક્તિશાળી પ્રાણી ઉપર હુમલો કરવાની ઘટના બનતી નથી પરંતુ મગરને પોતાના જડબામાં પકડી લીધી હતી.આ બનાવના સમગ્ર દ્રશ્ય ગીરના જંગલમાં સિંહ નિહાળવા ગયેલા કોઈ પ્રવાસીઓએ કેમેરામાં કેદ કરી લેતાં ભાગ્યેજ બનતા આ બનાવના દ્રશ્યો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
કમલેશ્વર ડેમ ગીરની મધ્યમાં આવેલ છે.ડેમ માં હજારોની સંખ્યામાં મગરો વસવાટ કરે છે.આ ઉપરાંત ડેમ વિસ્તાર આસપાસ સિંહ,દિપડા,હરણ જેવા વન્ય પ્રાણીઓ પણ સમુહમાં જોવા મળે છે.હવે દીપડાએ મગરનો શિકાર કર્યાના આ વિરલ દ્રશ્યો ગીર જંગલના ઇતિહાસમાં નવી રસપ્રદ ઘટના બહાર આવી છે.ગીરના જંગલમાં સિંહ દર્શને આવતા પ્રવાસીઓને સિંહો તથા દિપડાના દર્શન થતાં હોય છે પરંતુ ભાગ્યેજ જીવંત મગરનો દિપડો શિકાર કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.આ દ્રશ્યો જોઈ પ્રવાસીઓ રોમાંચક બની ગયાં હતાં.



