આકરા ઉનાળામાં લીંબુની માંગ વધવા સાથે ભાવો આસમાને : કિલોના રૂ. 180થી 200
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ આકરા ઉનાળાની ગરમીમાં ઠંડક આપતા લીંબુની માગ વધી છે. જેમાં જિલ્લામાં 2190 હેક્ટરમાં ખેડૂતોએ લીંબુનું વાવેતર કર્યું હતું. જેમાં 20891 મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. બજારમાં હાલ લીંબુ રૂ. 180થી 200 કિલોએ વેચાણ થાય છે. સામે ખેડૂતોને મહેતન મજૂરી સામે 100 રૂપિયા જ મળી રહ્યા છે. હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી મુખ્યત્વે લીંબુ શરબતની માગ વધારે રહેતી હોય છે.
- Advertisement -
જેમાં જિલ્લા આ વર્ષ ખેડૂતોએ 2190 હેક્ટરમાં લીંબુનું વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ મૂળીમાં અને સૌથી ઓછુ લખતર તાલુકામાં વાવેતર થયું છે. જેમાંથી 20,891 મેટ્રિક ટન લીંબુનું ઉત્પાદન થયું છે. ત્યારે આ અંગે ખેડૂત હમીરસિંહ પરમારે જણાવ્યું કે એક વીઘામાં લીંબુના વાવતેરમાં મોંઘા બિયારણ, ખાતર, જંતુનાશક, મજૂરી સહિત 15 હજારનો ખર્ચ થતો હોય છે. બજારમાં લીંબુની માગ વધી રહી છે. શાકભાજીના વેપારી નિકુલભાઇએ જણાવ્યું કે શહેરમાં લીંબુના હોલસેલમાં 130થી 150 અને રિટેઇલમાં 180થી 200 ભાવે વેચાઇ રહ્યા છે.



