ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ ફાઉન્ડેશન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર સુત્રાપાડા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ શિબિરમાં પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કાયદા સંબંધિત તેમજ જો કોઇ મહિલા જાતિય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે જાણકારી આપી હતી. આ સાથે જ એક ટૂંકી પ્રતિકાર ફિલ્મનું નિદર્શન પણ બતાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી ફિલ્ડ ઓફિસર દ્વારા પુરી પાડવામાં આવી હતી. અને ઉવયૂ જેન્ડર સ્પેસિયાલિસ્ટ, સખી વન સ્ટોપ સેન્ટર કાઉન્સેલર, 181- અભયમ મહિલા હેલ્પ લાઇન કાઉન્સેલર વગેરે પ્રકલ્પોનાં કર્મચારીઓ દ્રારા જાતીય સતામણીનો ભોગ બનનારને આ બધા પ્રકલ્પો પીડિતાને કેવી રીતે મદદરૂપ થાય છે તેની માહિતી અપાઈ હતી.