લીઝ ધારકો રોયલ્ટી વેચાણ કરી ગેરકાયદે કોલસાને કાયદેસર બનાવે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે ચાલતા કોલસાના બેફામ ખનન સામે તંત્ર વર્ષોથી મૂકપ્રેક્ષક બની બેઠું રહ્યું છે ત્યારે હાલ એક પ્રાંત અધિકારી છે જેઓ છેલ્લા કેટલાય મહિનાથી ખનિજ માફિયાઓને અધિકારીઓનો પાવર બતાવતા નજરે પડી રહ્યા છે પરંતુ પ્રાંત અધિકારી માત્ર એકલા હાથે ખનન અટકાવવાની પ્રવૃતિમાં ક્યાંકને ક્યાંક ટૂંકા પડતા હોય તેવું નજરે પડે છે કારણ કે પ્રાંત અધિકારીને ખનિજ ચોરી અટકાવવા સુવે અન્ય કેટલીક ફરજ હોય છે જે નિભાવવી પડતી હોય છે અને તેના લીધે ખનિજ માફિયાઓને સમય મળી જાય આવા ટૂંકા ગાળામાં પણ કોલસાનું ખનન કરવા લાગે છે. ત્યારે થાનગઢ, મૂળી અને સાયલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કોલસાની ખાણોમાંથી ડર વર્ષે લગભગ હજારો ટન કોલસો બરોબર વેચાણ થતો હોય છે તંત્ર પોતે પણ કબૂલે છે કે આ વિસ્તારોમાં કોલસાની ખનિજ ચોરી થાય છે પરંતુ હપ્તારાજને લીધે તંત્રના અધિકારીઓ પણ મૂંગા મોઢે ખનીજ ચોરીને પ્રોત્સાહન પૂરું પાડે છે માત્ર અધિકારીઓ જ નહીં પરંતુ આ ગેરકાયદેસર કોલસાના ખનનમાં મુખ્યત્વે કોલસાની જૂની લીઝ ધારકો મોટું કૌભાંડ પણ આચરે છે. જિલ્લામાં હાલ માત્ર ત્રીસેક કોલસાની લીઝ કાર્યરત છે જેમાંથી એકપણ લિઝમાં કોલસો નથી માત્ર આ તમામ લીઝો કાગળો પર કાર્યરત છે જ્યારે અન્ય ગેરકાયદેસર કોલસાને કાયદેસર કરવા માટે આ લીઝોની રોયલ્ટીનો ઉપયોગ કરી ખનિજ માફીયાઓ કોલસાની રાજ્ય અને રાજ્યની બહાર મોકલી રહ્યા છે જ્યારે આ આખુંય કાંડ જિલ્લાના ક્લાર્કથી માંડીને કલેક્ટર સુધીના અધિકારીઓ અને કર્મચારીઓને બખૂબી જાણ છે છતાં વર્ષોથી ચાલતી આ પ્રકારની પ્રક્રિયા સામે સરકારી બાબુઓ પોતાના ગજવા ગરમ કરી નીકળી જાય છે.