કેન્દ્રીય વિત્તમંત્રીની તરફથી રજૂ કરનારા વાર્ષિક વિત્ત રિપોર્ટને ‘સામાન્ય બજેટ’ કહેવામાં આવે છે. આ દસ્તાવેજમાં સરકાર પોતાની આવક અને ખર્ચોના અનુમાનની વિશે જણાવશે.
બજેટમાં જણાવવામાં આવે છે કે, કઇ કઇ રીતથી સરકારને આવક થવાની સંભાવના છે અને કઇ કઇ યોજનાઓની મદદથી તેઓ પૈસાનો વિકાસ યોજનાઓમાં ખર્ચ કરશે. ભારતીય બંધારણના આર્ટિકલ 112માં આવક-જાવકના લેખાજોખા રજૂ કરવાના વિશે લખવામાં આવ્યુ છે.
- Advertisement -
ભારતના બજેટનો ઇતિહાસ:
દેશનું પહેલુ બજેટ 7 એપ્રિલ 1860માં બ્રિટિશ સરકારના વિત્ત મંત્રી જેમ્સ વિલ્સનના રજૂ કર્યુ હતુ. આઝાદી પછી પહેલુ બજેટ દેશના પહેલા વિત્તમંત્રી આરકે ષણમુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947માં રજૂ કર્યુ. આ બજટે 15 ઓગ્સ્ટ 1947થી 31 માર્ચ 1948 સુધીનું હતુ. ભારતીય ગણતંત્રની સ્થાપના પછી પહેલુ બજેટ 28 ફેબ્રુઆરી 1950માં રજૂ કરવામાં આવ્યુ હતુ. આ બજેટમાં યોજના આયોગની સ્થાપનાનું વર્ણન કરવામાં આવ્યુ હતુ.
બજેટ નિર્માણનો ઉદ્દેશ્ય:
- Advertisement -
બજેટ બનાવવા દરમિયાન સરકારનો લક્ષ્ય આવકના સાધન વધારતા યોજનાઓ માટે ધન વહેંચવાનું, દેશની આર્થિક વિકાસ દરમાં વધારો કરવાની યોજનાઓ બનાવવી, લોકોની આર્થિક સ્થિતમાં બદલાવ લાવવા સહિત ગરીબી તથા બેરોજગરાી દૂર કરવા માટે યોજનાઓ બનાવવી શામેલ છે. આ સાથે જ દેશમાં આધારભૂત ઢાંચાનું નિર્માણ, રેલ્વે, વિજળી, રસ્તાઓ માટે ધનરાશિ વહેંચવી પણ બજેટમાં આવે છે. સરકારની આવકના પ્રમુખ સાધનોમાં વિભિન્ન પ્રકારના કર અને આવક, સરકારી શુલ્ક, દંડ,લ લાંભાજ, આપવામાં આવેલી લોન પરનુ વ્યાજ વગેરે શામેલ છે.
બજેટ નિર્માણનુ ચરણ:
– બજેટની રૂપરેખા
– બજેટના દસ્તાવેજ
– સંસદની સ્વીકૃતિ
– બજેટની કામગીરી
– નાણાકીય ભંડોળનું એકાઉન્ટિંગ અને એકાઉન્ટિંગ પરીક્ષણ
પાંચ પ્રકારના હોય છે બજેટ:
– પારમ્પરિક અથવા સામાન્ય બજેટ
– કામગીરી બજેટ
– શૂન્ય આધારિત બજેટ
– પરિણામસ્વરૂપ બજેટ
– જાતીય બજેટ
કોણ તૈયાર કરે છે બજેટ:
ભારતનુ કેન્દ્રીય બજેટ ઘણા વિભાગોની પરસ્પર વિચાર-વિમર્શ કર્યા પછી તૈયાર થાય છે. જેમાં વિત્ત મંત્રાલય, નીતિ આયોગ અને સરકારના અન્ય મંત્રાલય શામેલ છે. વિત્ત મંત્રાલય ખર્ચ પછી આધાર પર ગાઇડલાઇન જારી કરે છે, જેના પર અલગ-અલગ મંત્રાલયની તરફથી ફંડ માંગ જણાવે છે, જે પછી વિત્ત મંત્રાલયમાં આર્થિક મામલાના વિભાગ (Department of Economics Affairs)ની બજેટ ડિવીઝન તેણે તૈયાર કરે છે.
બજેટ નિર્માણની મુખ્ય એજન્સીઓ:
યોજના આયોગ, પ્રશાસિક મંત્રાલય અને વિત્ત મંત્રાલય
આ રીતે તૈયાર થાય છે કેન્દ્રીય બજેટ:
કેન્દ્ર સરકારનુ બજેટ બનાવવાની પ્રક્રિયા સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં શરૂ થઇ જાય છે. આ દરમિયાન આર્થિક મામલાના વિભાગ બજેટ ડિવીઝન તમામ મંત્રાલયો, રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશો,સ્વાયત્ત સંસ્થાઓ અને રક્ષાબળોને સર્કુલર જારી કરે છે, જેમાં તેમના આવનારા વિત્તીય વર્ષમાં તેમના ખર્ચાનું અનુમાન લગાવવીને જરૂરી ફંડ બતાવવા માટે કહેવામાં આવે છે. પછી અલગ-અલગ વિભાગની વચ્ચે ફંડ આપવાને લઇને ચર્ચા થાય છે. આ સાથે જ બજેટ ડિવીઝન આવક વિભાગ, વાણિજ્ય મંડળો, ઉદ્યોગ સંગઠનો, ખેડૂતો સંગઠનો, ટ્રેડ યૂનિયનો, અર્થશાસ્ત્રીઓ જેવા અલગ-અલગ ક્ષેત્રોના હિતધારકો સાથે ચર્ચા કરીને બજેટ તૈયાર કરે છે.
કયા વિભાગમાં કેટલી રકમ, તે કઇ રીતે થાય છે નક્કી:
બજેટ દરમિયાન દરેક મંત્રાલય પોતાના વિભાગ માટે વધારેમાં વધારે ફંડ મળે તે માટે પ્રયત્ન કરે છે, જેથી તેઓ પોતાની યોજનાઓ પર વધારે ખર્ચાઓ કરી શકે. પરંતુ સીમિત આવકના કારણે તમામ મંત્રાલયોની ઇચ્છા પૂરી નથી શકતા.એવામાં કયા વિભાગમાં કેટલી રકમ આપવામાં આવે, આ વાત નક્કી કરવા માટે વિત્ત મંત્રાલય ઓક્ટોબર- નવેમ્બર દરમિયાન અન્ય મંત્રાલયોની સાથે બેઠક કરતા એક બ્લૂપ્રિન્ટ બનાવે છે. બેઠકમાં પ્રત્યેક મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ફંડ વહેંચણી કરવા માટે વિત્ત મંત્રાલય સાથે ભાવતાલ કરે છે.
બજેટ તૈયારીમા મહત્વનો ભાગ છે ‘હલ્વાનો રિવાજ’
બજેટથી સંબંધિત દસ્તાવેજોની પ્રિન્ટિંગ પ્રક્રિયા શરૂ થયા પહેલા નોર્થ બ્લોક સ્થિત વિત્ત મંત્રાલયમાં હલ્વો ખવડાવવાનો રિવાજ છે. જેમાં વિત્ત મંત્રી બજેટ તૈયાર કરવાની પ્રક્રિયાથી જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને વચ્ચે હલ્વાનુ વિતરણ કરવામાં આવે છે. આ વિધી થયા પછી બજેટ રજૂ થયા સુધી વિત મંત્રાલયને સંબંધિત અધિકારીઓને સાત દિવસ સુધી સૌથી દૂર રાખવામાં આવે છે. આ દરમિયાન તેણે કોઇ બહારી વ્યકિતની સાથે સંપર્ક નથી કરવા દેવામાં આવતો. સંસદમાં બજેટ રજૂ થયા પછી તેમણે બહાર આવવા દેવામાં આવે છે.
ખૂબ જ ખાનગી હોય છે બજેટ દસ્તાવેજ:
બજેટના દસ્તાવેજો ખૂબ જ ખાનગી હોય છે. બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન વિત્ત મંત્રાલયના ટોચના અધિકારી લઇને સ્ટેનોગ્રાફર્સ, ટાઇપરાઇટર્સ, પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓ અન્ય લોકો ઑફિસમાં રહીને કામ કરે છે. છેલ્લા સમય સુધી પોતાના પરિવારની સાથે કામ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ દમરિયાન બજેટ તૈયાર કરનાર અને તેના પ્રકાશનની સાથે જોડાયેલા લોકો પર નજર રાખવામાં આવે છે. બજેટ પ્રક્રિયામાં વિત્તમંત્રીના ભાષણને સૌથી સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી બજેટની જાહેરાતના 2 દિવસ પહેલા જ પ્રિન્ટ કરાવવા માટે મોકલવામાં આવે છે.
રાષ્ટ્રપતિની અનુમતિ લઇને રજૂ થાય છે બજેટ:
બજેટની પહેલી ડ્રાફ્ટ કૉપી સૌથી પહેલા વિત્ત મંત્રી સામે રાખવામાં આવે છે, જેનુ પેપર વાદળી રંગનું હોય છે. બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડે છે. જે પછી કેન્દ્રીય મંત્રીમંડળની સામે રાખવામાં આવે છે, જે પછી સંસદના બંને સદનોમાં રજૂ કરવામાં આવે છે. સામાન્ય બજેટને 2 ભાગમાં રાખવામાં આવે છે. પહેલા ભાગમાં સામાન્ય આર્થિક સર્વે અને નીતિઓ વિશે વાત કરવામાં આવે છે જ્યારે બીજી ભાગમાં આવનારા સમય માટે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સનો પ્રસ્તાવ રાખવામાં આવે છે.