વિકાસને લગતા વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી બિલ્ડર્સ એસોના આગેવાનોએ મોરબી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા અને ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને સાથે રાખીને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી.
જે મુલાકાત પ્રસંગે મોરબી બિલ્ડર્સ એસોના પ્રમુખ સંતોષભાઈ શેરશીયા સહિતના આગેવાનો જોડાયા હતા.
જેઓએ મોરબીના વિકાસને લગતા વિવિધ મુદે ચર્ચા કરી હતી અનેક પ્રશ્નો રજુ કરી ઝડપથી કામગીરી થાય તેવી માંગ કરી હતી જેના જવાબમાં મુખ્યમંત્રીને પણ કોર્પોરેશનને લગતા પ્રશ્નોનો નિકાલ કરવા ખાતરી આપી હતી.
- Advertisement -
બિલ્ડર્સ એસો દ્વારા મોરબીના વિકાસને લગતી રજૂઆત કરવામાં આવી તે નીચે મુજબ છે
મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટીને કાર્યરત કરવી
મોરબી મહાનગરપાલિકામાં હાલ વર્ષ 1971 નો ડેવલોપમેન્ટ પ્લાન છે જે આશરે 55 વર્ષ જુનો હોવાથી નવો ડી.પી.બનાવવા જરૂરી કાર્યવાહી તાત્કાલિક અસરથી કરાવવા વિનંતી
મોરબી મહાનગરપાલિકા બનતા પહેલા મોરબી નગરપાલિકામાં રજુ થયેલ અરજીઓ અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં થયેલ બાંધકામોને બિનખેતી હુકમ પ્રમાણે ઈમ્પેક્ટ ફી (ૠછઞઉઅ-2022) અન્વયે નિકાલ કરવો જેમાં વર્ષ 1971 મુજબ ઝોનિંગ ધ્યાને ના લેવા વિનંતી
જ્યાં સુધી સત્તામંડળમાં ઝોનિંગ નક્કી ના થાય ત્યાં સુધી બિનખેતી હુકમ પ્રમાણે બાંધકામ મંજુરી આપવા કાર્યવાહી કરવી
હાલમાં મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં બિનખેતી પ્લોટીંગ થયેલ બાંધકામોને ઈમ્પેક્ટ પ્લાન અંતર્ગત કોર્પોરેશનમાં આકારી બાંધકામો અધિકૃત કરી આવા વિસ્તારોને ખાસ કિસ્સા તરીકે આપની કક્ષાએથી આદેશ કરવા
ગુજરાત સરકારના ૠઉઈછ મુજબ મોરબીની હાલ ઉ4 કેટેગરીમાં સુધારો કરી રાજકોટ અમદાવાદ, સુરત જેવા શહેરોની જેમ હાઈરાઈઝડ બિલ્ડીંગનં નિર્માણ થઇ સકે તેવી કેટેગરીમાં સમાવેશ કરવા
મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં ઓનલાઈન બાંધકામ મંજુરી ઝડપથી તેમજ સરળતાથી મળી રહે તે માટે ઈ-નગર પોર્ટલ ઝડપી કાર્યરત થાય તેવી વ્યવસ્થા કરી આપવી
મોરબી મહાનગરપાલિકામાં પ્રવર નગર નિયોજકની નવા ઉઙ ના ખાસ અધિકારી તરીકે નિમણુક આપવી