ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના કણકોટ વિસ્તારમાં આવેલા મારુતિનગર, સ્વામિનારાયણ સોસાયટી, નિર્મળનગર અને અરિહંત સોસાયટીના અગ્રણીઓએ દ્વાર મહત્વની રજૂઆત કરી હતી. અહીંના આગેવાનો એ.વી. ચૌહાણ, કિશોરીભાઇ ડાંગર, હરિભાઇ રાઠોડ, હસુભાઇ વાઘેલા અને કિરીટભાઇ ચાંડપાની ઉપસ્થિતિમાં, રાજકોટ જિલ્લા પંચાયત બેડી-3 સીટના સભ્ય પ્રતિનિધિ રાજાભાઇ ચાવડા સાથે મળીને રૂડા (રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ)ના કારોબારી અધિકારી મિયાણીને મુલાકાત લીધી હતી.આ બેઠકમાં કણકોટ ગામના પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટોની સુવિધા અને રોડ રસ્તાના વિકાસ જેવા મુદ્દાઓ મુખ્ય હતા. વિસ્તારોમાં તટસ્થ વિકાસ માટે તાત્કાલિક કાર્યવાહી થાય તેવા માગ સાથે આ રજૂઆત કરાઈ હતી.