દેશના વડાપ્રધાને આજે કચ્છીમાડુઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે, તેમણે કચ્છી ભાષામાં ટ્વિટ લખીને શુભેચ્છા પાછવી હતી.
મેઠડો પાંજો મલક, ને મેઠડી પાંજી બુલી,
એનીથીય મેઠડા કચ્છી માડુ,
હી જ પાંજી હૂંભ, ને ઇ જ પાંજી ડિયારી!
જન્મેં ને કર્મેં સે કચ્છી એડા
મેણી કચ્છી ભેણે ને ભાવરેં કે…
કચ્છી નયે વરેજી લખ લખ વધાઈયું..
- Advertisement -
મેઠડો પાંજો મલક , ને મેઠડી પાંજી બુલી,
એનીથીય મેઠડા કચ્છી માડુ,
હી જ પાંજી હૂંભ, ને ઇ જ પાંજી ડિયારી!
જન્મેં ને કર્મેં સે કચ્છી એડા
મેણી કચ્છી ભેણે ને ભાવરેં કે…
કચ્છી નયે વરેજી લખ લખ વધાઈયું..
— Narendra Modi (@narendramodi) July 1, 2022
- Advertisement -
દેશના ગૃહમંત્રી અમિત શાહએ પણ કચ્છી ભઆઇ-બહેનોને શુભેચ્છા સંદેશ સાથે નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
“મડે કચ્છી માડુઓકે કચ્છી નયે વરે અષાઢી બીજજી વધાયું”
વિશ્વભરમાં વસતા સૌ ખમીરવંતા કચ્છી ભાઈ-બહેનોને અષાઢી બીજ અને કચ્છી નૂતન વર્ષની અંત:કરણપૂર્વક શુભકામના પાઠવું છુ.
આ નૂતન વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિ લઈને આવે એેવી મહાપ્રભુજીના ચરણોમાં પ્રાર્થના.
“મડે કચ્છી માડુઓકે કચ્છી નયે વરે અષાઢી બીજજી વધાયું"
વિશ્વભરમાં વસતા સૌ ખમીરવંતા કચ્છી ભાઈ-બહેનોને અષાઢી બીજ અને કચ્છી નૂતન વર્ષની અંત:કરણપૂર્વક શુભકામના પાઠવું છુ.
આ નૂતન વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિ લઈને આવે એેવી મહાપ્રભુજીના ચરણોમાં પ્રાર્થના.
— Amit Shah (@AmitShah) July 1, 2022
CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી નવા વર્ષની શુભેચ્છા, કહ્યું- કચ્છ હવે નર્મદાના જળથી સમૃદ્ધિ તરફ વળ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અને ગુજરાત બહાર દેશ-વિદેશમાં વસતા સૌ કચ્છી નાગરિકોને અષાઢી બીજ કચ્છી નૂતનવર્ષની હ્વદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે.
કચ્છડ઼ો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ,
જિતે હિકડ઼ો કચ્છી વસે, ઉતે ડીંયાડીં કચ્છ.
મુખ્યમંત્રીએ કચ્છી નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં કચ્છીઓ વસ્યા છે ત્યાં તેમણે પોતાની ખુમારી તથા કર્તવ્ય પરાયણતા અને વ્યવહાર કુશળતાથી કચ્છીપણું ઝળકાવ્યું છે. કચ્છ જેવો એક સમયે અછતગ્રસ્ત ગણાતો પ્રદેશ હવે નર્મદાના જળથી સમૃદ્ધિ તરફ આગળ વધ્યો છે. એટલું જ નહિ, હાઇબ્રીડ એનર્જી પાર્ક અને અનેક ઉદ્યોગો સાથે કચ્છ વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે તે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રથી આવનારા વર્ષોમાં વધુને વધુ ઉન્નત બને તેવી મંગલકામનાઓ પણ ભૂપેન્દ્ર પટેલે કચ્છી નૂતન વર્ષના આ અવસરે વ્યકત કરી છે.
સૌના સાથ, સૌના વિકાસ મંત્રથી આવનારા વર્ષોમાં વધુને વધુ ઉન્નત બને તેવી મંગલકામનાઓ.
કચ્છડ઼ો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ,
જિતે હિકડ઼ો કચ્છી વસે, ઉતે ડીંયાડીં કચ્છ.
સૌ કચ્છી ભાઈબહેનોને કચ્છી નૂતન વર્ષની મંગલ શુભેચ્છાઓ… pic.twitter.com/xmazNVmOxa
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 1, 2022