ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રેસકોર્ષ ઓપન એર થીયેટર ખાતે સિધ્ધી વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવમાં પ્રથમ દિવસે સોની સમાજ, પ્રજાપતિ સમાજ, સુથાર સમાજ, સતવારા સમાજ, સીંધી સમાજ, પોલીસ સલાહકાર સમિતિ,ટ્રાફિક સમિતિ, જેલ મધ્યસ્થ સમિતિ, ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ વિવેકાનંદ બોર્ડ, નહેરૂ ચેરીટી કમિટિના આગેવાનોએ મહાઆરતીનો લાભ લીધો હતો. રાજકોટ શહેરના વોર્ડ નં.1 તથા 2 ના ભાજપ આગેવાનો અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અતંર્ગત વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ ડો.માધવ દવેએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા સતત 18 વર્ષની લગલગાટ સફળતા બાદ શહેરના રેસકોર્ષ ઓપન એર થીયેટર, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે સતત 19 માં વર્ષે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
આજે રાત્રે 9 કલાકે હાસ્ય કલાકાર સાંઈરામ દવેનો હસાયરો
શ્રી ગણપતિ મંગલ મહોત્સવના બીજા દિવસે 28-8 ના રોજ હાસ્ય કલાકાર સાંઈરામ દવે દ્વારા હસાયરાનો કાર્યક્રમ આજે રાત્રે 9 કલાકે યોજાશે. હાસ્ય કલાકાર સાંઈરામ દવે પોતાની હળવી વાણીમાં હાસ્ય, કાવ્ય અને દેશપ્રેમની વાતો રજૂ કરશે શહેરના તમામ લોકોને ઉમટી પડવા અને કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
આજે રઘુવંશી, સાધુ સમાજ અને શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા મહાઆરતી
સિધ્ધી વિનાયક ધામ ખાતે શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવનો આજે બીજો દિવસ-રઘુવંશી સમાજ, સાધુ સમાજ, મોદી સમાજ, સોરઠ યુવક મંડળ, સહકારી ક્ષેત્ર, આઇએએસ, આઇપીએસ અને શિક્ષણ સમિતિ મહાઆરતીનો લાભ લેશે આવતીકાલે સાંજે 6.30 કલાકે વોર્ડ નં.3 તથા 4ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીમાં જોડાશે.