એકતા કપૂરે તેની અપકમિંગ સિરિયલ ‘નાગિન 6’ ના લીડ એક્ટર્સ ફાઇનલ કરી દીધા છે. આ વખતે સિઝનમાં બે લીડ એક્ટ્રેસ જોવા મળશે. સૂત્રોના મતે, એકતાએ તેજસ્વી પ્રકાશ તથા મહેક ચહલના નામો ફાઇનલ કરી દીધા છે. આ ઉપરાંત, લીડ એક્ટર તરીકે સિમ્બા નાગપાલ ભજવશે.
આ શો સાથે જોડાયેલા સૂત્રોના મતે, ‘દિવાળી પર એકતાએ સોશિયલ મીડિયામાં જણાવેલું કે, ‘નાગિન’ ની આગામી સિઝનની એક એક્ટ્રેસનું નામ ‘M’ થી શરૂ થાય છે. તે સમયે તેણે નામ અંગે કોઈ ચોખવટ કરી નહોતી. શોની વાર્તા બે નાગિન પર આધારિત છે. એકતા કપૂરે હાલમાં બિગબોસ 15 ની વિનર તેજસ્વી પ્રકાશને આ શોની નવી નાગિન તરીકે ફાયનલ કરી છે.
- Advertisement -
ફિનાલેના દિવસે તેજસ્વીએ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો :
સૂત્રોના મતે, ‘બિગ બોસ 15’ માં કામ કરતાં સમયે તેજસ્વીએ કલર્સ ચેનલ સાથે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. ‘બિગ બોસ’ ફિનાલેના દિવસે જ તેજસ્વી ‘નાગિન 6’નો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો. આ શોમાં તેજસ્વી તથા મહેક ઉપરાંત સુધા ચંદ્રન તથા ઉર્વશી ધોળકિયા પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.
આ વખતે લીડ એક્ટર ડબલ રોલમાં :
આ સીઝનમાં લીડ એક્ટર સિમ્બા નાગપાલ છે. તે ડબલ રોલમાં જોવા મળશે. સિમ્બાની સાથે ઈશાન સહગલ તથા સિદ્ધાંત ગુપ્તાએ પણ ઓડિશન આપ્યું હતું; જેમાંથી એકતાએ સિમ્બાનું નામ ફાઇનલ કર્યું છે. સિમ્બા ટીવી શો ‘શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી’ માં લીડ રોલ પણ ભજવી ચૂક્યો છે. આ પહેલાં રિયાલિટી શો ‘સ્પ્લિટ્સવિલા’ માં અને ‘બિગ બોસ 15’ માં પણ હતો.
- Advertisement -
આ શો તા. 12 ફેબ્રુઆરીએ શો ટેલિકાસ્ટ થશે :
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘નાગિન 6’ આવતા મહિને તા.12 ફેબ્રુઆરીએ શરૂ થશે. આ પહેલાં વીકેન્ડમાં તા. 5 -6 ફેબ્રુઆરીએ કલર્સ ચેનલ વસંતપંચમી સ્પેશિયલ એપિસોડ પ્રસારિત કરશે. આ એપિસોડમાં નાગિનનું પાત્ર ભજવી ચૂકેલા પૂર્વ કલાકારો ધમાકેદાર પર્ફોર્મન્સ આપશે.
કલર્સ ચેનલની હિટ સિરીઝમાંથી એક છે :
‘નાગિન’ સિરીઝ નાના પડદાની હિટ સિરીઝમાંથી એક છે. આ શોથી અભિનેત્રી મૌની રોય લોકપ્રિય થઈ હતી. ત્યારબાદ સુરભિ જ્યોતિ, નિયા શર્મા, અનિતા હસનંદાની, જાસ્મીન ભસીન, સુરભિ ચંદનાએ પણ ‘નાગિન’ના રોલ ભજવ્યા છે.