ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ગાંધીનગર SMCના દરોડા બાદ હવે જિલ્લાની.મુખ્ય શાખા પણ એક્ટિવ થઈને વિદેશી દારૂ અંગે દરોડા કરી પોતાની કામગીરી દર્શાવી રહી છે જેમાં મોટાભાગે વિદેશી દારૂૂ ઘુસાડવા માટે ઉપયોગ થતાં હાઇવે પર વોચ ગોઠવી બુટલેગરોને અવનવા કરતૂતોનો ખુલ્લા પડે છે તેવામાં વધુ એક વાર નવી જ મોડસ ઓપરેન્ડી થકી લઇ જવાતા વિદેશી દારૂનો પડદાફાસ જિલ્લા એલ.સી.બી ટીમે કર્યો છે
જેમાં ભાગીદાર હાઇવે પર લીમડી નજીક જિલ્લા એલ.સો.બીનો સ્ટાફ વિચ ગોઠવી ઊભા હોય તેવા સમયે એક રજથન પર્સિંગ ટ્રક નબર આરજે 50 જી.એ 3757 વાળીને અટકાવી ટ્રકના પાછળના ભાગે તપાસ કરતા અંદર કાપડની ગાસળી ભરેલી હોય જેના નીચે વિદેશી દારૂ મળી આવ્યો હતો તુરંત ટ્રક ચાલક સુજનારામ જીયારામ સિયાક રહે: રાજસ્થાન વાળાને ઝડપી ટ્રકોમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ 6948 નંગ કિંમત 2779200 રૂપિયા, ટ્રક ચાલક પાસેથી એક મોબાઇલ કિંમત દશ હજાર રૂપિયા, કાપડની ગાંસડી નંગ 53 કિંમત 13250 રૂપિયા તથા ટ્રક દશ લાખ રૂપિયા એમ કુલ મળી 3802450 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી દારૂનો જથ્થો મોકલનાર મનીરામ વીશનોઈ હોવાનું ટ્રક ચાલક દ્વારા જમવતા બંને વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.