ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર નવાર હાઈવે પરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાય છે ત્યારે વધુ એક વખત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલા ટ્રેકને પકડી પાડવાના સફળતા મળી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમને માલવણ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક નીકળવાનો હોવા અંગેની માહિતી મળતા પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ સહિતનાઓ દ્વારા વોચ ગોઠવી હતી જે દરમિયાન માલવણ હાઈવે પર રામદેવ હોટલ પાસેથી એક ટ્રક આર જે 01 જી એ 8534 નંબર વાળો શંકાસ્પદ નજરે પડતા આ ટ્રેકને અટકાવી ટ્રેકની પાછળ તપાસ કરતા અંદર ઠંડા પીણાની આડમાં વિદેશી દારૂની બોટલ 3420 તથા બિયર 2136 નંગ કિંમત 41,46,480 રૂપિયા સાથે ટ્રકમાં સવાર સુજારામ કાનારામ દેવાસી તથા દીપારામ મોડારામ દેવાસી રહે: બંને રાજસ્થાન વાળાને ઝડપી લઇ તેઓની પાસેથી એક ટ્રક કિંમત પંદર લાખ રૂપિયા, બે મોબાઇલ કિંમત દશ હજાર રૂપિયા, ઠંડા પિઝાની બોટલ 1380 નંગ કિંમત 4,47,700 રૂપિયા સહિત કુલ 61,04,180 રૂપિયાનો મુદામાલ ઝડપી દારૂ મોકલનાર ઓમ પ્રકાશ બિશ્નોઈ, એક મોબાઇલ ધારક તથા ટ્રક માલિક સહિત પાંચ વિરુધ માલવણ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.