દારૂ અને કાર સહિત રૂ. 2.45 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એલસીબી ટીમે માળીયા ફાટક ઓવરબ્રિજ નીચેથી બાતમીને આધારે વિદેશી દારૂનો જથ્થો ભરેલી વરના કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા અને રૂ. 2.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. મોરબી ક્રાઈમ બ્રાન્ચ ટીમને મળેલી બાતમીના આધારે માળીયા ફાટક ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવવામાં આવી હતી જે દરમિયાન જીજે-03-ડીજી- 5908 નંબરની વરના કાર પસાર થતા એલસીબી ટીમે અટકાવી તલાસી લેતા કારમાંથી 45 હજાર કિંમતની વિદેશી દારૂની 120 બોટલ મળી આવી હતી જેથી એલસીબી ટીમે દારૂ અને કાર સહિત રવિ તુલશીભાઇ મુંજારીયા, અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા (રહે. ત્રણેય વિધુતનગર સોસાયટી, સર્કિટ હાઉસ સામે, મોરબી) ને અટકાયતમાં લઇ પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના ગજેન્દ્રસિંહ ઉર્ફે ધોધુભા બાપાલાલ ઝાલા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી 45 હજારની કિંમતનો 120 બોટલ દારૂ અને રૂપિયા બે લાખની કિંમતની કાર મળી કુલ રૂપિયા 2.45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
માળિયા ફાટક પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ત્રણને ઝડપી લેતી LCB ટીમ
