ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ પેટ્રોલીંગમાં હોય હોય તેવા સમયે રતનપરમાં હુડકો સોસાયટીના ભાડે મકાન રાખી રહેતો સલીમ ફકીરમામદ જેડા ચોરીની શંકાસ્પદ રિક્ષા સાથે દાળમિલ રોડ પરથી નીકળવાનો હોવા અંગેની બાતમીને આધારે એલ.સી.બી સ્ટાફે વોચ ગોઠવી હતી જે દરમિયાન એક નંબર પ્લેટ વગરની રિક્ષા અટકાવી આ શખ્સને રિક્ષાના આધાર પૂર્વ બાબતે પૂછપરછ કરતા તેની પાસે કોઈ દસ્તાવેજ નહીં હોવાનું જણાવતા પોલીસે રિક્ષા કિંમત 50 હજાર સહિત શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરમાંથી ચોરીની શંકાસ્પદ રિક્ષા સાથે શખ્સને LCB ટીમે ઝડપી લીધો
