હોસ્પિટલના કામ માટે રોકડ રૂપિયાની જરૂર હોવાનું કહી છેતરપિંડી આચરી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ચોટીલા શહેરના રામચોક ખાતે દૂધની ડેરી સંચાલક પોતાની ડેરી પર હાજર હોય તેવા સમયે કારમાં કેટલાક શખ્સોમાંથી એક ઇશમ સંચાલક પાસે જઈ પોતાને હોસ્પિટલના કામ અર્થે ઈમરજન્સી રોકડ રૂપિયાની જરૂર હોય જેથી પોતે ઓનલાઈન ટ્રાન્સફર કદી આપવાની જણાવતા ડેરી સંચાલકે રોકડ 20 હજાર રૂપિયા આ શખ્સને આપતા શખ્સ રૂપિયા લઈ કર્મ નાશી ગતિ હતો આ તરફ ડેરી ન સંચાલકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ તપાસી રૂપિયા લઈ નાશી જનાર ઇસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા તેવામાં જિલ્લા એલ.સી.બી ટીમ દ્વારા ચોટીલા હાઇવે પર આપાગીગા ઓટલા પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હોવાથી તેને અટકાવી તપાસ કરતા આ શખ્સ ડેરી સંચાલક સાથે છેતરપિંડી આચરનાર હોવાનું સામે આવ્યું હતું જેથી શીખવાની પ્રાથમિક પૂછપરછમાં પોતે યશ ઉર્ફે હિતેશ હર્ષદભાઈ માધવાણી રહે: માળિયા (જૂનાગઢ) વાળો હોવાનું જણાવી આ છેતરપિંડી વસીમ દાદાભાઈ લાખા રહે: માળિયા, રિયાઝ સલીમભાઈ રાઠોડ રહે: માળિયા તથા રિયાબેન ચાવડા રહે: વેરાવળ વાળા પણ સામેલ હોવાનું જણાવતા આ શખ્સને ઝડપી ચોટીલા પોલીસ મથકે સોંપી એક મહિલા સહિત અન્ય ત્રણેય ઇસમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.



