દરોડામાં વાહન તથા મોબાઇલ સહિત 1.54 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમને થાનગઢના નવાગામ ખાતે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ટીમ દ્વારા દરોડો કરી ચંદુભાઈ મસરૂભાઈ ડાભી, મનસુખભાઇ સોમાભાઈ મગવાણીયા, દેવશીભાઈ જહાભાઈ સાકરીયા, મનસુખ મશરૂભાઈ ઊણપરા તથા વાહનભાઈ વિરજીભાઈ સરલા સહિતનાઓને જુગાર રમતા ઝડપી પાડી રોકડ 39,100/- રૂપિયા, ચાર મોબાઇલ કિંમત 15,500/- રૂપિયા તથા ત્રણ બાઈક કિંમત એક લાખ રૂપિયા સહિત કુલ 1,54,600/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.