LCB સ્ટાફે બંને ઇસમોની પૂછપરછ કરતા વધુ એક મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
ધ્રાંગધ્રા શહેરના જૂના હાઉસિંગ વિસ્તારના રહેણાક મકાન ખાતે ચોરી થઈ હોવાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી. જેમાં મકાન માલિક જ્યારે હળવદ ખાતે પ્રસંગે ગયા હોય ત્યારે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાં હાથફેરો કરી ચાંદીના આભૂષણો સહિત મત્તાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાતા તપાસ તેજ કરાઈ હતી. ત્યારે જિલ્લા એલ.સી.બી પીઆઇ જે.જે.જાડેજા તથા દશરથભાઈ રબારી સહિતના સ્ટાફ આ ઘરફોડ ચોરી અંગે પગેરું શોધવાના પ્રયાસમાં હોય તે સમયે બે શકમંદો ચાંદીના આભૂષણો તથા મોબાઇલ વેચાણ માટેની પેરવીમાં હોવાની બાતમી મળતા ધ્રાંગધ્રા નવયુગ રોડ ખાતેથી શંકાસ્પદ મુદ્દામાલ સાથે હશન અકબરભાઈ મોવર તથા અકતર ગફારભાઈ ભટ્ટી રહે બંને: ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઇ પૂછપરછ કરતા ઘરફોડ ચોરી સહિત ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીના ગુન્હો પણ ભેદ ઉકેલાયો હતો ત્યારે આ બંને ઇસમોને ધ્રાંગધ્રા સિટી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.