વિદેશી દારૂ, મોબાઇલ તથા બાઈક સહિત કુલ 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી સ્ટાફના પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ એન.એ.રાયમા, દશરથભાઈ રબારી સહિતનો સ્ટાફ પાટડી વિસ્તારમાં પત્રોલિંગમાં હોય તેવા સમયે બાજપાઈ નગરમાં વિદેશી દારૂની વેચાણ થતું હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો કરી વિદેશી દારૂની બોટલ 223 નંગ 32380/- રૂપિયા સાથે વીપુલ દશરથભાઈ વગોસણા તથા વિક્રમ વજાભાઈ ભીમાણીને ઝડપી પાડી તેઓની પાસેથી બે બાઈક કિંમત 8000/- રૂપિયા તથા બે મોબાઇલ કિંમત 10000/- રૂપિયાના જપ્ત કરી પ્રાથમિક પૂછપરછમાં રાકેશ ઉર્ફે રાકલો દશરથભાઈ તળેટિયા તથા કલ્પેશ અંબાલાલ સાધુનું નામ ખોલાવતા કુલ 122380/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.