15.80 લાખનો દારૂ ભરેલી બોલેરો સાથે બેલડીની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર ગ્રામ્ય પોલીસ સતત વોચ રાખી રહી છે ત્યારે રાજકોટ રૂરલ કઈઇ ઙઈં વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં રહેલ ટીમના હેડ કોન્સ્ટેબલ અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઈ આલ અને મહિપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમી આધારે ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર આવેલ ભોજપરા ગામની સીમમાં શ્રી જોગમાયા ગોડાઉન-3માં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક યુટીલિટી સાથે 2 શખ્સોને ઝડપી લઈ 20.91 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. કઈઇ પોલીસે પાડેલા દરોડામાં 15,80,856 રૂપિયાનો 2772 નંગ વિદેશી દારૂની બોટલ સાથે 5 લાખની ૠઉં.33 ઝ.3346 નંબરની યુટીલિટી કાર અને 10 હજારના બએ મોબાઈલ મળી આવતા આમ કુલ 20,90,856/-નો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના હાલ ગોંડલ ગુંડાળાં રોડ પર રહેતા કૈલાશ બાબુલાલ જગમાલ રામ ખીચડ ઉ.22 અને જલારામ ભીખારામ ઉદારામ ખીલેરી ઉ.28ને પકડી પડ્યા હતા પ્રાથમિક પૂછટાછમાં અન્ય ત્રણ શખ્સો પ્રકાશ ઉર્ફે સત્યા બીશ્રોઇ, નારાયણસિંહ પદમસિંહ અને બોલેરો કારના માલિકને પકડવા પર પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.