લોકશાહીના પર્વને ઉજવવા રાજકોટના વકીલો તૈયાર: શપથ લઈ જંગી મતદાનનો કરશે સૌ નિર્ધાર: જે. જે. પટેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
- Advertisement -
આજરોજ રાજકોટ ખાતે વિવિધ ક્ષેત્રે પ્રેકટીસ કરતા વકીલો માટે નાગર બોર્ડીંગ ખાતે સાંજે 7 કલાકે સિનિયર, જુનિયર, મહિલા, યુવા તેમજ પ્રોવિઝનલ સનદ ધરાવતા જુનિયરો તેમજ વકીલોની ઓફિસમાં કાર્યરત તમામ સ્ટાફ પરિવાર સહિત તમામ વકીલ આલમ માટે મતદાન જાગૃતિ હેતુ એક સહપરિવાર સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજર રહેવા ખાસ અમદાવાદથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ રાજકોટ પધારેલા છે.
થોડા દિવસો બાદ રાજ્યમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, દર પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન થાય અને તેના માટે જાગૃતિ લાવવા હેતુ તેમજ લોકશાહીના આ પર્વને તમામ લોકો પોતાની નૈતિક ફરજ સમજી આવશ્યક મતદાન કરે અને કરાવે તેવી અપીલ સાથે જાગૃતિ કેળવવાના હેતુ આ સ્નેહમિલન યોજાવા જઈ રહ્યું છે. ખાસ કરીને ગત ચૂંટણી બાદ પાંચ વર્ષ દરમિયાન નવા ઉમેરાયેલા યુવા મતદારો પ્રથમવાર જ્યારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ત્યારે આવા યુવા મતદારોમાં મતદાન કરવા સાથે પોતાના તમામ પરિવારજનોનું મતદાન થાય તેવા હેતુસર લોકશાહીના આ પર્વના પ્રસંગે પોતાનો કિંમતી મત આપીને દેશહિત, પ્રજાહિત માટે યોગ્ય હોય તેવી સરકાર બનાવવા માટે તમામ લોકો અવશ્ય મતદાન કરે તે ખૂબ જ જરૂરી છે.
આ સ્નેહમિલનમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેમની ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહેલા આ કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસિએશન તથા વિવિધ બાર એસોસિએશનના હોદ્દેદારો, લીગલ સેલના હોદ્દેદારો, યુવા સહાયક ટીમના હોદ્દેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉમટી પડશે તેવો નિર્ધાર રાજકોટ સેલ દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર તથા તાલુકાના સેન્ટરના તમામ ક્ષેત્રે વકીલાત કરતા વકીલ પરિવારજનોને ઉપસ્થિત રહેવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ, પ્રદેશ લીગલ સેલ સહસંયોજક અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્યો કિશોરભાઈ સખીયા, હિતેશભાઈ દવે, રાજકોટ મહાનગર લીગલ સેલના ક્ધવીનર પિયુષભાઈ શાહ, સહક્ધવીનર કમલેશભાઈ ડોડીયા તથા કોર કમિટીના સભ્યો, લીગલ સેલ યુવા સહાયક ટીમ વગેરેએ નિમંત્રણ સાથે હાજરી આપવા અનુરોધ કર્યો છે.
- Advertisement -
આજરોજ રાજકોટના અખબારોની મુલાકાતે આવેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલે જણાવ્યું હતું કે રાજકોટમાં મતદાન જાગૃતિ હેતુ યોજાઈ રહેલ વકીલોના આટલા મોટા સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાવાનું અવસર મળતા મને આનંદની લાગણી થાય છે. આજના આ મુલાકાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ, લીગલ સેલ રાજકોટ મહાનગરના સહક્ધવીનર કમલેશભાઈ ડોડીયા, શહેર લીગલ સેલ કમિટી મેમ્બર રાકેશભાઈ ગોસ્વામી, ધર્મેશભાઈ સખીયા, નેહાબેન જોશી, કોર્ટ કેમ્પસ ક્ધવીનર જીતેન્દ્રભાઈ પારેખ, ભાસ્કરભાઈ જસાણી, આનંદભાઈ સદાવ્રતી, બાલાભાઈ સેફાતરા, સી. એચ. પટેલ, યુવા સહાયક ટીમ ક્ધવીનર અભિષેકભાઈ શુક્લા, પારસભાઈ શેઠ, સહઈન્ચાર્જ જસ્મીનભાઈ ગઢીયા વગેરે હાજર રહ્યા હતા.
યુવા વકીલોની રજૂઆતનો યોગ્ય રીતે ઉકેલ લાવવા ખાતરી આપતા જે. જે. પટેલ
પ્રોવિઝનલ સનદ ધરાવતા યુવા વકીલોને હાલમાં આ પ્રોવિઝનલ સનદની અવધિ પૂરી થવા અંગે ઘણા પ્રશ્ર્નો ઉપસ્થિત થતા હતા જેની રજૂઆત બીસીજીના ચેરમેન જે. જે. પટેલને કરાતા તેમણે જણાવ્યું હતું કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પ્રોવિઝનલ સનદની અવધિ વધારવા માટેની રજૂઆત કરી દેવામાં આવી છે, જેનો હકારાત્મક અને યોગ્ય પ્રત્યુત્તર જલદીથી મળશે તેવી આશા છે. આ ઉપરાંત તાજેતરમાં લેવાયેલી સનદ માટેની પરીક્ષામાં અનઉત્તીર્ણ થયેલા કેન્ડીડેટોને અમુક માર્ક પૂરતુ ગ્રેસિંગ મળે તેવી રજૂઆત પણ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને કરી હોવાનું બીસીજીના ચેરમેન જે. જે. પટેલે તમામ યુવા વકીલોને જણાવ્યું છે.