ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા રેશમાબેન ગીરીશભાઇ વિડજાના 2008માં ઘાટીલાના ગીરીશભાઇ લાલજીભાઇ વિડજા સાથે લવ મેરેજ થયા હતા, લગ્ન જીવનમાં તેઓને સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થઈ હતી જો કે કોઈ કારણોસર દંપતિ વચ્ચે અણબનાવ બનતા પાંચેક વર્ષ પહેલા બંને અલગ રહેવા લાગ્યા હતા અને બે વર્ષ પહેલા તેમણે પતિ વિરુદ્ધ મોરબી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો જેમાં વકીલ તરીકે રજાક અબાસભાઇ બુખારીને રાખવામાં આવ્યા હતા. કેસ સંદર્ભે બંનેને અવાર નવાર મળવાનું થતુ હતું ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જેથી રજાક બુખાર અવાર નવાર તેમના ઘરે આવતો હતો. છ મહિના પૂર્વે બંનેની સહમતીથી રાજકોટ ખાતે સમજૂતી કરાર પણ કર્યા હતા. છેલ્લાં થોડાક સમયથી રજાક બુખારીના વર્તનમાં ફેરફાર આવ્યો હતો અને રેશમાબેન સાથે નાની નાની વાતોમાં તે બોલાચાલી અને ઝઘડો કરતો હતો, એવામાં રજાકે રેશમાબેનને ફોન કરીને ગાળો ભાંડી કહ્યું હતું કે, ’મારી પાસે માણસો છે, તારા દિકરાને ઉપાડી લઈશ, તને તથા તારા દિકરાને ઉપાડી ગુમ કરી દઈશ અને ક્યાં જશો કોઈને ખબર પણ નહી પડે’ જેવી ધમકીઓ આપી હતી જેને પગલે રેશમાબેને સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વકીલ વિરુદ્ધ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં પરિણીતા સાથે પ્રેમમાં પડેલા વકીલની ગુંડાગીરી, મહિલાના પુત્રને ગુમ કરી દેવાની ધમકી



