બિશ્ર્નોઈ ગેંગમાં 700થી વધુ શૂટર્સ: 11 રાજ્ય અને 6 દેશમાં નેટવર્ક: NIAનો ધડાકો: ખાલીસ્તાની પણ આ ગેંગનો ઉપયોગ કરે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા માટે લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ જવાબદાર છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અનુસાર, આ ગેંગમાં હાલમાં 700 શૂટર્સ છે. બિશ્ર્નોઈ ગેંગ પણ દાઉદ ઈબ્રાહિમના પગલે ચાલી રહી છે. NIAએ UAPA હેઠળ ઓછામાં ઓછા 16 ગેંગસ્ટરો સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં લોરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બ્રાર પણ છે. આ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગ દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીના રસ્તે આગળ વધી રહી છે. NIAની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્ર્નોઈ અને તેની ટેરર સિન્ડિકેટ પરાક્રમી રીતે વિકસ્યા છે. 90ના દાયકામાં જે રીતે દાઉદ ઈબ્રાહિમની ગેંગ ઝડપથી વિસ્તરી રહી હતી તે જ રીતે તે આગળ વધી રહી છે.
દાઉદ ઈબ્રાહિમે જે રીતે 90ના દાયકામાં પોતાનું નેટવર્ક સ્થાપ્યું હતું તે રીતે લૉરેન્સે પણ પોતાની માયાજાળ બીછાવી છે
વૉન્ટેડ સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ બિશ્ર્નોઈ ગેંગને ઓપરેટ કરી રહ્યો છે
બિશ્ર્નોઈ ગેંગ યુવાનોની મોટાપાયે ભરતી કરે છે: યુવાનોને કેનેડા જેવા દેશોમાં મોકલવાની આપે છે લાલચ
- Advertisement -
દાઉદ ઈબ્રાહિમે ડ્રગ્સ સ્મગલિંગ, ટાર્ગેટ કિલિંગ, ખંડણી રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને પછી તેણે ડી કંપની બનાવી. પછી તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે ગઠબંધન કર્યું અને પોતાનું નેટવર્ક વિસ્તાર્યું. જ્યારે દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની જેમ બિશ્ર્નોઈ ગેંગે પણ નાના ગુનાઓથી શરૂઆત કરી હતી. પછી તેણે પોતાની ગેંગ બનાવી. હવે બિશ્ર્નોઈ ગેંગે ઉત્તર ભારત પર કબજો જમાવી લીધો છે.
કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સી દ્વારા વોન્ટેડ સતવિંદર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ બિશ્ર્નોઈ ગેંગને ઓપરેટ કરી રહ્યો છે. ગઈંઅએ જણાવ્યું છે કે બિશ્ર્નોઈ ગેંગમાં 700 થી વધુ શૂટર્સ છે, જેમાંથી 300 પંજાબ સાથે સંકળાયેલા છે. બિશ્ર્નોઈ અને ગોલ્ડી બરાડને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ દ્વારા પ્રમોટ કરવામાં આવ્યો હતો. બિશ્ર્નોઈ ગેંગે વર્ષ 2020-21 સુધી ખંડણીમાંથી કરોડો રૂપિયાની કમાણી કરી હતી અને તે પૈસા હવાલા દ્વારા વિદેશ મોકલવામાં આવ્યા હતા.
NIA અનુસાર, બિશ્ર્નોઈની ગેંગ એક સમયે માત્ર પંજાબ સુધી જ સીમિત હતી. પરંતુ તેણે અને તેના નજીકના સહયોગી ગોલ્ડી બરાડે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેંગ સાથે ગઠબંધન કરી એક મોટી ગેંગ બનાવી. બિશ્ર્નોઈ ગેંગ હવે ઉત્તર ભારતમાં, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં પણ ફેલાયેલી છે. સોશિયલ મીડિયા અને અન્ય વિવિધ પદ્ધતિઓ દ્વારા યુવાનોને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. આ ગેંગ અમેરિકા, અઝરબૈઝાન, પોર્ટુગલ, યુએઈ અને રશિયામાં ફેલાઈ ગઈ છે.
યુવાનોને કેનેડા અથવા તેમની પસંદગીના દેશમાં શિફ્ટ કરાવવાની લાલચ આપીને ગેંગમાં ભરતી કરવામાં આવે છે. NIA અનુસાર, પાકિસ્તાનમાં રહેતો ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંડા પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગુનાઈત ગતિવિધિઓ કરવા માટે બિશ્ર્નોઈ ગેંગના શૂટર્સનો ઉપયોગ કરે છે. થોડા દિવસો પહેલા NIAએ લોરેન્સ બિશ્ર્નોઈ, ગોલ્ડી બરાડ સહિત કુલ 16 ગેંગસ્ટરો વિરુદ્ધ ઞઅઙઅ હેઠળ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
સલમાન-બિશ્ર્નોઈ દુશ્મન કઇ રીતે બન્યા?
સલમાન ખાન વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી બાદ પણ બિશ્ર્નોઇ સમુદાયના લોકોએ તેને માફ કર્યો નહોતો. આ પાછળનું કારણ એ છે કે, બિશ્ર્નોઇ સમુદાયની સ્થાપના ગુરુ જંભેશ્ર્વર અથવા જાંભોજી મહારાજે કરી હતી. તેમણે બિશ્ર્નોઇ સમુદાય માટે 29 નિયમો બનાવ્યા હતા. જેમાં શુદ્ધ શાકાહારથી માંડીને પર્યાવરણ અને પ્રાણીઓની રક્ષા જેવા વચનો સામેલ છે. બિશ્ર્નોઇ સમુદાયની સ્થાપના થઇ ત્યારથી અત્યાર સુધી દરેક બિશ્ર્નોઇ આ નિયમોનું પાલન કરે છે. આવી સ્થિતિમાં જોધપુર, બિકાનેર અને આસપાસના વિસ્તારોના બિશ્ર્નોઇ લોકો ત્યાંના રણ વિસ્તારમાં જોવા મળતા કાળા હરણની રક્ષા કરવા માટે પ્રખ્યાત છે. આ કારણસર જ્યારે સલમાન ખાનનું નામ કાળા હરણના શિકારમાં સામે આવ્યું તો બિશ્ર્નોઇ સમુદાયને મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ બિશ્ર્નોઇ સમુદાયના આગેવાનોએ સલમાન ખાન સમક્ષ માંગ કરી કે તે બિકાનેરના મુક્તિધામ (બિશ્ર્નોઇ સમુદાયનો મુખ્ય મંદિર)માં આવીને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી લે, પરંતુ સલમાન ખાન ના તો ક્યારેય માફી માંગવા ગયા અને ના તો બિશ્ર્નોઇ સમુદાયે તેમને ક્યારેય તેમને માફ કર્યું.